Widgets Magazine

પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા ઓબામા...લોકોએ ચાર વર્ષ વધુ.. ના નારા લગાવ્યા

વોશિંગટન., બુધવાર, 11 જાન્યુઆરી 2017 (10:42 IST)

Widgets Magazine

 બરાક ઓબામા 8 વર્ષ સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. આ દરમિયાન તેમણે અનેકવાર ત્યાના લોકોને સંબોધિત કર્યા પણ આજની સ્પીચ તેમની ખૂબ જ ખાસ હતી. કારણ કે ઓબામાએ આજે અંતિમ વાર પોતાના દેશના લોકોને સંબોધિત કર્યા. પોતાની ફેયરવેલ સ્પીચમાં ઓબામાએ કહ્યુ કે અને તેમને છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી શુભેચ્છાઓ મળી રહી છે. આજે હુ આભાર કહેવા માંગુ છુ. કારણ કે દરરોજ મે તમારી પાસેથી કંઈક શીખ્યુ. તમે લોકોએ મને સારો રાષ્ટ્રપતિ અને સારો માણસ બનાવ્યો. ઉલ્લેખનીય છે કે ઓબામાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 
 
મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવ સ્વીકાર નહી 
 
પોતાની સ્પીચમાં ઓબામાએ કહ્યુ કે અમેરિકા પહેલા કરતા મજબૂત અને સારો દેશ બન્યો છે. છેલ્લા આઠ વર્ષમાં એક પણ આતંકી હુમલો થયો નથી જો કે તેમને કહ્યુ કે બોસ્ટન અને ઓરલેંડો આપણને યાદ અપાવે છે કે કટ્ટરતા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. અમારી એજંસીઓ પહેલાથી અનેક ઘણી વધુ પ્રભાવિત થઈ ગઈ છે. ઓબામાએ કહ્ય કે આઈએસઆઈ ખત્મ થશે. ઓબામાએ કહ્યુ કે હુ મુસ્લિમ અમેરિકનો વિરુદ્ધ ભેદભાવને અસ્વીકાર કરુ છુ. મુસલમાન પણ એટલા જ દેશભક્ત છે જેટલા આપણે. 
 
 
એકજુટતા જરૂરી - ઓબામાએ કહ્યુ કે પરિવર્તન ત્યારે થય છે જ્યારે સામાન્ય માણસની ભાગીદારી હોય અને માંગ માટે બધા એક સાથે હોય. લોકતંત્ર માટે એકજુટતાની એક બુનિયાદી ભાવનાની આવશ્યકતા હોય છે.  આપણે પડીએ કે ઉઠીએ આપણે એક હોવુ જરૂરી છે.  આવનારા 10 દિવસમાં દેશ એકવાર ફરી આપણા લોકતંત્રની તાકત જોશે કે કેવી રીતે એક પસંદગી પામેલો રાષ્ટ્રપતિ સત્તા સાચવે છે. 
 
સૌથી સારી મિત્ર છે મિશેલ 
 
ઓબામાએ કહ્યુ કે મિશેલ છેલ્લા 25 વર્ષોથી ફક્ત મારી પત્ની અને મારા બાળકોની માતા જ નથી પણ તે મારી સૌથી સારી દોસ્ત છે. ઓબામાએ પોતાની પુત્રીઓ માલિયા અને સાશાને કહ્યુ કે તે બંને અદ્દભૂત છે. ભાષણ દરમિયાન ઓબામા ભાવુક થઈ ગયા અને આ જોઈને તેમની પુત્રીઓ અને પત્ની મિશેલની આંખોમાં પણ આંસૂ આવી ગયા. 
 
 
વાઈસ પ્રેસિડેંટ વિશે બોલતા ઓબામાએ કહ્યુ કે તમે જ મારી પ્રથમ પસંદ હતા. હુ તમારી અંદર એક સારો પ્રેસિડેંટ નહી પણ એક ભાઈ જોયો છે.  અંતમાં ઓબામાએ કહ્યુ કે હુ વિશ્વસ સાથે કહેવા માંગુ છુ કે મારી અંદર બદલાવ લાવવાની ક્ષમતા નથી પણ તમારા લોકોમાં છે. હા આપણે કરી શકીએ છીએ, હા, આપણે કહ્યુ.  આ લાઈન સાથે ઓબામાએ સ્પીચ ખતમ કરી પણ આખા હોલમાં 
લોકોએ જોર જોરથી નારા લગાવ્યા. ઓબામાં 4 વર્ષ વધુ.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

ગુજરાત ભારતના બિઝનેસ સ્પિરીટને રજૂ કરે છે - વાઈબ્રન્ટ સમિટમાં બોલ્યા મોદી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

news

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. ...

news

વાઈબ્રન્ટની આજની અપડેટ- જુઓ મોદી પર વારી ગયેલા ઉદ્યોગપતિઓ શું બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

news

વાઈબ્રન્ટ ગુજરાત સમીટ live - અદાણી ગ્રુપની કર્મભૂમિ છે ગુજરાત, ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય - અદાણી

- પીએમ મોદીના હસ્તે કરાશે વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્દઘાટન - થોડીજ વારમાં વાઈબ્રન્ટ સમિટ ...