શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (12:24 IST)

આવી રહ્યુ છે સોલર તૂફાન, કેવી રીતે બચશે તમારો મોબાઈલ અને Wi-Fi?

સૂરજની સપાટી પર સોલર ફ્લેયર્સમાં આ અઠવાડિયે થયેલ બે ધમાકાની અસર ધરતી પર પણ પડવાનો છે. સોલર વાવાઝોડુ ધરતી તરફ વળ્યુ છે. હવેથી થોડાક જ કલાકોમાં આપણા વાયુમંડળમાં આ સોલર વાવાઝોડુ પ્રવેશ કરી જશે. આ તોફાનથી જાન-હાનિ થવાની આશંકા નથી. 
 
જો તમરા ઉપર આ તોફાનની અસર પડવાની વાત કરીએ તો થઈ શકે છે કે આ તમારા ઘરની વીજળીને ગૂલ કરી દેશે. વાઈફાઈ, એટીએમ કામ કરવા બંધ કરી દેશે અને મોબાઈલનું નેટવર્ક ગાયબ થઈ જશે. 
 
નાસાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ તોફાનથી ગભરાવવાની જરૂર નથી. અંતરિક્ષ વૈજ્ઞાનિક બિલ મૂરટઘના મુજબ સૂરજની સપાટી પર સમય સમય પર આ પ્રકારના ધમાકા થતા રહે છે. માણસો પર આની કોઈ અસર નથી પડતી પણ વીજળી અને કમ્યુનિકેશનના સાધનો પર પ્રભાવ પડી શકે છે. ફ્લાઈટ રેડિયો સંચાર અને એટીએમ સેવાના પ્રભાવિત થવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. આજે આ તોફાન ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરી જશે.