શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :લંડન. , ગુરુવાર, 23 જૂન 2016 (17:54 IST)

Brexit : જનમત સંગ્રહ મતદાન શરૂ, જાણો ભારત પર શુ પડશે આની અસર

બ્રિટનમાં ભવિષ્યને લઈને બ્રિટિશ જનતા આજે  જનમત સંગ્રહનો ભગ બનેલ છે.  જનમત સંગ્રહ પછી સ્પષ્ટ થઈ જશે કે બ્રિટન 28 દેશોના સમૂહ બ્રિટિશ યૂનિયમાં કાયમ રહેશે કે નહી. આ તો થઈ જનમત સંગ્રહ અને બ્રિટનની વાત. બ્રિટનની જનતાના નિર્ણય પછી જો આ દેશ ઈયૂમાંથી બહાર થઈ જાય છે તો તેની ભારત અને ભારતીય અર્થ વ્યવસ્થા પર મોટી અસર જોવા મળશે. 
 
એક્સપર્ટ્સ માની રહ્યા છે કે બ્રિટન જો યૂરોપીય યૂનિયનમાંથી બહાર થઈ જાય છે તો દુનિયાભરના બજાર ગબડી જશે. આ જ કારણ છે કે આજે બજાર વેટ એંચ વોચ સ્થિતિમાં છે. બીજી બાજુ જનમત સંગ્રહનો વિરોધ કરી રહેલ લોકોનુ તર્ક છે કે સારી જીંદગી માટે યૂરોપિયન યૂનિયન સાથે રહેવામાં જ ભલાઈ છે. અપ્રવાસી ભારતીયોના સાથે સાથે બ્રિટનમાં રહેનારા મોટાભાગના લોકો માને છે કે સુરક્ષા અને રોજગાર જેવા મુદ્દા પર યૂરોપિયન યૂનિયનમાં રહેતા પરિસ્થિતિ સારી બનેલ છે.  બ્રિટનના બહાર નીકળવાથી જમીન પર હાલતમાં શુ ફેરફાર થશે અને તેમા અમે અને અમારી અર્થવ્યવસ્થા કેવી રીતે પ્રભાવિત થશે તેની માહિતી અહી અમે તમને આપીશુ. 
 
જો બ્રિટન યૂરોપિયન યૂનિયનમાંથી બહાર થશે તો ભારત પર શુ અસર પડશે  ?
 
ભારત માટે ઈયૂ સૌથી મોટુ એક્સપોર્ટ માર્કેટ - જો બ્રિટન યૂરોપિયન યૂનિયનમાંથી બહાર થઈ જાય છે તો યૂરોપિયન યૂનિયન સાથે વેપારી સંબંધો રાખનારા દેશો પર ખરાબ અસર પડશે. ભારત માટે તો યૂરોપિયન યુનિયન સૌથી મોટુ એક્સપોર્ટ માર્કેટ છે. 50 કરોડ વસ્તીવાળા યૂરોપિયન યૂનિયનની અર્થવ્યવસ્થા 16 ખરબ ડોલર છે જે આખી દુનિયાની જીડીપીના એક ચતુર્થાંસની બરાબર છે. સરકારના આંકડા મુજબ 2015-16 માં બ્રિટનની સાથે વેપાર 94 હજાર 300 કરોડ રૂપિયા રહ્યો જેમા 59 હજાર 100 કરોડ રૂપિયા નિકાસ અને 34 હજાર 700 કરોડ રૂપિયાની આયાત થયા. 
 
બ્રિટનમાં કામ કરી રહેલી 800 કંપનીઓ પર પડશે પ્રતિકૂળ અસર 
 
જો જનમત સંગ્રહ ઈયૂના વિરુદ્ધ જશે તો તેની સૌથી વધુ અસર બ્રિટનમાં કામ કરી રહેલ 800 કંપનીઓ પર પડી શકે છે. ખાસ કરીને ભારતીય આઈટી સેક્ટરના 6 થી 18 ટકા કમાણી બ્રિટનમાંથી જ થાય છે. ભારતીય કંપનીઓ માટે યૂરોપમાં ઘુસવનો રસ્તો બ્રિટનથી શરૂ થાય છે. આવામાં બ્રિટનના યૂરોપથી અલગ થતા યૂરોપના દેશો સાથે નવો કરાર કરવો પડશે. કંપનીઓનો ખર્ચ વધશે. 
 
સૌથી વધુ અસર પડશે ભારતીય રૂપિયા પર 
 
ભારતની કરેંસી પર પણ આની અસર પડશે.  યૂરો-પાઉંડમાં દુનિયા ભરમાં ડોલરની માંગ વધવાથી ડોલર મોંઘો થશે.  ડોલર મોંઘો થવાથી વિદેશથી ખરીદવામાં આવતુ સોનુ અને ઈલેક્ટ્રીક વસ્તુઓ પણ મોંઘી થશે.  રૂપિયાની કિમંત ઘટશે.  પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધશે.  
 
ભારતની આઈટી કંપનીઓ થશે પ્રભાવિત 
 
જો  બ્રિટન યૂરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળી જાય છે તો આઈટી સેક્ટર પર પણ અસર પડશે.  બ્રેક્સિટથી કરેંસીમાં ઉતાર-ચઢાવમાં મુશ્કેલીઓ વધશે અને મોટાભાગની આઈટી કંપનીઓ પર અસર જોવા મળશે.  ઉલ્લેખનીય છે કે એચસીએલ ટેકની 33 ટકા આવક યૂરોપમાંથી આવે છે. ટીસીએસની કુલ આવકમાં યૂરોપનુ યોગદાન 14 ટકા છે. તો વિપ્રોની આવકમાં 12 ટકાનુ યોગદાન છે. ટેક મહિન્દ્રાની આવકમાં પણ 12 ટકાનો ફાળો છે. તો ઈંફોસિસની આવકમાં 6.6 ટકાનો ફાળો છે. 
 
ટાટા મોટર્સ પણ દબાણમાં આવી શકે છે. 
 
બ્રેક્સિટની અસર ઓટો સેક્ટર પર પણ જોવા મળશે. બ્રેક્સિટ થતા ટ્રેડની શરતો ચુસ્ત થઈ શકે છે અને આની જેએલઆર પર નેગેટિવ અસર જોવા મળી શકે છે.  તેનાથી ટાટા મોટર્સ દબાણ હેઠળ આવી શકે છે. 

ભારતની મુખ્ય કંપનીઓ જેના પડશે અસર... 
 
- ભારતની મોટી કંપનીઓમાં મદરસન સૂમીની કુલ આવકમાં યૂરોપિયનનો ભાગ 65 ટકા છે.  
- બાલકૃષ્ણ ઈંડસ્ટ્રીઝની કુલ આવકમાં યૂરોપિયનનો ભાગ 50 ટકા છે. 
 
- એચસીએલ ટેકની કુલ આવકમાં યૂરોજોનનો ભાગ 31 ટકાનો છે. 
- એઆઈએ ઈંજિનિયરિંગને એકુલ આવકમાં7 યૂરોજોનનો ભાગ 30 ટકાનો છે. 
- કર્મિસની કુલ આવકમાં યૂરોજોનનો ભાગ 30 ટકા  છે. 
- ભારત ફોર્જની કુલ આવકમાં યૂરોજોનનો ભાગ 30 ટકા છે. 
- અપોલો ટાયર્સની કુલ અવકમાં યૂરોજોનનો ભાગ 30 ટકા છે. 
- માઈડટ્રીની કુલ આવકમાં યૂરોજોનનો ભાગ 25 ટકા છે. 
- બૈબકોની કુલ આવકમાં યૂરોજોનનો ભાગ 20 ટકા છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે થઈ રહેલ જનમત સંગ્રહનુ પરિણામ શુક્રવારે આવશે.