બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: જિંગજોઉ. , મંગળવાર, 28 જુલાઈ 2015 (14:16 IST)

VIDEO: એસ્કેલેટરમાં ફંસાતા મા નો જીવ ગયો, પણ બાળકને બચાવી લીધુ

ચીનના એક મૉલમાં એસ્કેલેટરમાં ફંસાતા એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ છે. જોકે તેની સાથે તેની બાળકી પણ હતી જે બચી ગઈ. ચીનના જિંગજોઉ શહેરમાં રવિવારે 26 જુલાઈના રોજ દક્ષિણી હુબેઈ શહેરના એક મૉલમાં આ મહિલા પોતાના પતિ સાથે મોલ ગઈ હતી. જો કે ઘટના પહેલા મોલના સ્ટાફ કર્મચારીઓએ મહિલાને એસ્કેલેટરનો ઉપયોગ ન કરવાની ચેતાવણી આપી હતી. પણ મહિલા ન માની અને છેવટની ક્ષણે પૈડલ સ્ટૈંડમાં ફસાય ગઈ. જેના કારણે તેનુ મોત થઈ ગયુ. 
 
એસ્કેલેટર પર ચઢતા પહેલા મૉલ સ્ટાફે કપલને જણાવ્યુ હતુ કે એસ્કેલેટર ખરાબ છે અને મેંટેનેસ માટે બંધ કરવામાં આવ્યુ છે. આ ચેતાવણી સાંભળી મહિલાનો પતિ ત્યા રોકાય ગયો પણ મૉલના સ્ટાફની ચેતાવણીને મહિલાએ અવગણી એસ્કેલેટર પર ચઢી ગઈ. એ જેવી એસ્કેલેટર પર ચઢી એક પૈડલ ચેંબર ખુલી અયુ અને તે તેમા ફંસાય ગઈ.  અંતિમ થોડીક સેકંડ્સમાં કોઈ રીતે એ મહિલાએ બાળકીને ત્યા ઉભેલા મહિલા સ્ટાફને સોંપી દીધો. પણ તે પોતે ચાલતા એસ્કેલેટરમાંથી બહાર ન આવી શકી.  આ દરમિયાન તેનુ દર્દનાક મોત થઈ ગયુ. આ દરમિયાન બાળકીને સાચવનારા સ્ટાફે પણ મહિલાને બચાવવાનો પુરો પ્રયત્ન કર્યો પણ તે બચી ન શકી.  હાલ મૃતક મહિલાનુ નામ જાણ થઈ શક્યુ નથી.  સમાચાર મુજબ મૉલના પ્રબંધને ત્યા પહેલાથી જ સાવધાની માટે એસ્કેલેટરની બંને બાજુ પોતાના સ્ટાફ કર્મચારીને ગોઠવી દીધા હતા.  જેથી કોઈ તેનો ઉપયોગ ન કરી શકે પણ આ મહિલા ન માની અને તે દુર્ઘટનાનો શિકાર બની.