બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (16:59 IST)

ચીને કર્યો આ ખતરનાક મિસાઈલ દ્વારા અભ્યાસ, નિશાના પર ભારત અને અમેરિકા

ચીને પોતાના નવા બૈલિસ્ટિક મિસાઈલ સાથે અભ્યાસ કર્યો છે. ચીનના આ મિસાઈલના નિશાના પર ભારતથી લઈને જાપાન અને અમેરિકા પણ છે. ચીનની નવી આધુનિક બૈલિસ્ટિક મિસાઈલનુ નામ DF-16 છે. આ મિસાઈલોની ક્ષમતા એક હજાર કિલોમીટર છે. 
 
સામાન્ય રીતે પોતાના હથિયારોને ગુપ્ત રાખનારી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ તાજેતરમાં જ કરવામાં આવેલ એક સૈનિક અભ્યાસનો એક વીડિયો રજુ કર્યો છે. આ વીડિયોમાં આ DF-16 મીડિયમ રેડ બલિસ્ટિકને બતાવી છે. 
 
આ ફુટેજમાં ચીન તરફથી લોંચ કરવામાં આવેલ અનેક વ્હીકલ્સને બતાવાયા છે. ઉલ્લેખનીય છે કે ચીને પોતાની મિસાઈલ અને તેની સાથે જોડાયેલ સૈનિક સાજોસામાન માટે જુદુ એક રોકેટ ફોર્સ બનાવ્યુ છે. 
 
આ વીડિયોમાં ચીની સૈનિક મિસાઈલ સાથે જોડાયેલ અભ્યાસ કરતા દેખાય રહ્યા છે. પણ તેને દાગતા જોવા મળતા નથી.