શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (11:34 IST)

મેટ્રોના પાટા પર સેક્સ !!

મેટ્રો રેલના પાટા પર એક કપલને સેક્સ કરતા જોયા પછી મેટ્રો સાથે સંકળાયેલા અધિકારી અચંબામા છે. જો કે આ ઘટના પછી ઘણો વિરોધાભાસ થઈ ગયો છે અને તેઓ પોતાના સિસ્ટમની તપાસ કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છેકે કેટલાક વર્ષ પહેલા રૂસના સાઈબેરિયન શહેરમાં રેલવે પાટા પર રોમાંસમાં મશગૂલ યુગલને જાણ જ ન થઈ અને ટ્રેન આવી ગઈ. આ દુર્ઘટનામાં યુવતીનુ દર્દનાક મોત થઈ ગયુ અને પ્રેમી ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો હતો.  
 
મોસ્કોમાં કેટલાક ઉત્સાહી યુવાઓનો એક સમુહ છે જેમને 'ડિગર્સ'  કહેવામાં આવે છે. આ સમુહ રેલવેના સુરંગોમાં ફરતુ રહે છે અને કંઈક નવુ કરવાની તાકમાં પણ રહે છે. આ અઠવાડિયે આવા જ એક કપલે પોતાનો ફોટો શેયર કર્યો. જેમા તેઓ મેટ્રોના પાટા પર સેક્સ કરતા દેખાય રહ્યા છે. 
 
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા પછી જ્યારે મેટ્રોના અધિકારીઓને આ અંગે જાણ થઈ તો તેઓ હેરાન હતા કારણ કે તેમને આ વાતની ગંધ પણ આવી નહોતી.  અધિકારીઓએ જાહેર કર્યુ છેકે તેઓ સમગ્ર સિસ્ટમની તપાસ કરીને તપાસ લગાવશે કે મેટ્રોની સુરંગમા ગેરકાયદેસર રીતે ઘુસવુ શક્ય કેવી રીતે બન્યુ ? 
 
 જો કે ઉત્સાહી કપલે એવી રેલવે ટ્રેકને પસંદ કર્યો હતો, જ્યા રેલ તાત્કાલિક આવે છે. સામાન્ય રીતે મોસ્કોના પાટા પર દર અડધી મિનિટે એક ટ્રેન પસાર થાય છે. પોલીસ આ કપલની ઓળખ કરવામાં લાગી છે.