ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (10:25 IST)

હાફિઝ સઈદનું ભાષણ સાંભળીને ભારતનો દુશ્મન બન્યો - હેડલી

ડેવિડ હેડલીએ જણાવ્યુ કે તે હંમેશાથી ભારતને દુશ્મન માનતો હતો. મુંબઈ કોર્ટને વીડિયો કોંફ્રેંસિગ દ્વારા આપેલ નિવેદનમાં તેણે કહ્યુ કે તે લશ્કર-એ-તાઈબાના સંસ્થાપક હાફિઝ સઈદના ભાષણોથી પ્રભાવિત થઈને જેહાદી બન્યો હતો.  
 
તેણે 26/11ના મુંબઈ હુમલાનુ ષડયંત્ર રચવા ઉપરાંત તે કરી પણ બતાવ્યુ. હેડલીએ જણાવ્યુ કે લશ્કરના સંસ્થાપક અને કમાંડર સહિત આઈએસઆઈના અધિકારી મેજર અલી, મેજર ઈકબાલ અને મેજર અબ્દુલ રહેમાન પાશાના હુકમ પર મુંબઈ હુમલાની યોજના બની હતી. 
ડેવિડ કોલમેન હેડલીએ કોર્ટને તે તમામ વાતો જણાવી જે ફકત ચોંકાવનારી જ નહી પરંતુ પાકિસ્તાનની મદદથી કેવી રીતે લશ્કરે મુંબઇને હચમચાવ્યુ. તેની જાણકારી સામે આવી રહી છે. હાફિઝના નેતૃત્‍વમાં ભારત પર ત્રાસવાદી હુમલાની સંપુર્ણ કાવતરૂ ઘડવામાં આવ્‍યુ હતુ. 2002માં પાકિસ્‍તાનના મુઝફફરાબાદમાં લશ્‍કરમાં સામેલ થયો હતો અને ત્રાસવાદીનો પહેલો પાઠ ભણ્યો હતો.
 
      હું પાકિસ્તાના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ થી છ ત્રાસવાદી કેમ્‍પમાં સામેલ થયો. તે કેમ્પમાં  હું દૌશ-એ-સુફા,  દૌશ-એ-આમ, દૌશ-એ-ખાસ અને દૌશ-એ -રિબાતના પ્રમુખોને મળ્‍યો. આ કેમ્‍પોમાં હું હાફિઝ સઇદ અને જકીઉર રહેમાન લખવીને મળયો. જે ધાર્મિક તકરીરો કર્યા કરતા હતા. સઇદ અને લખવીને હંમેશા એમજ કહેતા હતા કે ભારત મુસલમાનનું દુશ્‍મન છે.
 
      હેડલીએ કહ્યુ કે, કાશ્‍મીર જઇને તેઓ ભારતીય સેનાની સાથે લડવા માંગતો હતો પરંતુ લખવીએ કહ્યુ કે, તારી ઉંમર ખુબજ વધારે છે તું આ પ્રકારનું કાર્ય કરી શકશે નહિ તું કોઇ મોટા હેતુ માટે કાર્ય કરવુ જોઇએ. સરકારી વકીલ ઉજવલ નિકમે જયારે પુછયુ કે, તારી નજરમાં જેહાદનો અર્થ શું છે તો હેડલીએ કહ્યુ કે, મુસલમાનના દુશ્‍મનોની સાથે લડાઇ લડવી એ તેની નજરમાં જેહાદ છે.
 
      ડેવિડ હેડલીએ સ્‍વીકાર કર્યો છે કે, તેણે ભારતમાં ઘુસવા માટે નકલી પાસપોર્ટ બનાવ્‍યા બાદ તેણે આઠ વખત ભારતની મુલાકાત લીધી હતી એ દરમિયાન તે સાત વખત મુંબઇ આવ્‍યો હતો. તેણે છેલ્લે 2009માં મુંબઇની મુલાકાત લીધી હતી. એનો અર્થ એ છે કે, 26/11 હુમલા બાદ પણ ત્રાસવાદી ડેવિડ હેડલી ભારત આવ્‍યો હતો. હેડલીએ અદાલત સમક્ષ સ્‍વીકાર કર્યો છે કે, હું તોઇબાનો કટ્ટર સમર્થક છુ. હેડલીએ કહ્યુ છે કે, તેણે તોઇબાના જ ત્રાસવાદી સાજીદ મીરની મદદથી નકલી પાસપોર્ટ બનાવ્‍યો હતો. હેડલીએ કહ્યુ હતુ કે, મુંબઇ હુમલા બાદ પણ હું 7 માર્ચ 2009ના રોજ લાહોરથી દિલ્‍હી આવ્‍યો હતો.
 
      હેડલીએ ખુલાસો કર્યો હતો કે, સાજીદ ઇચ્‍છતો હતો કે, ભારતમાં હું બિઝનેસ ઉભો કરૂ. હું મારૂ નામ બદલ્‍યાના થોડા સપ્‍તાહ બાદ ફરી પાકિસ્‍તાન ગયો હતો. તે પછી મેં બધી માહિતી સાજીદ મીરને આપી હતી. સાજીદ પાક. આર્મીનો મેજર છે અને તે તોઇબા સાથે સંકળાયેલો છે. સાજીદે મને મુંબઇનો વિડીયો બનાવવાનું કહ્યુ હતુ અને અનેક જગ્‍યાઓની રેકી કરી માહિતી એકઠી કરવા કહ્યુ હતુ. હેડલીએ એવી પણ કબુલાત કરી છે કે, મેં પાકિસ્‍તાનમાં ટ્રેનીંગ લીધી હતી. હેડલીના વકીલ રામ જેઠમલાણી છે, જયારે સરકાર તરફથી ઉજવલ નિકમ છે.