શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2017 (10:41 IST)

Video - લંડનની 24 માળની ઈમારત Grenfell Tower ટાવરમાં ભીષણ આગ, અનેક લોકો ફંસાયા

પશ્ચિમી લંડનની જાણીતી 24 માળની બિલ્ડિંગ ગ્રેનફેલ ટાવરમાં બુધવારે સવારે આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર 40 બંબા અને 200 અગ્નિશમન કેન્દ્રના કર્મચારીઓ કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. ગ્રેનફેલ ટાવર એપાર્ટમેંટમાં અનેક લોકો ફંસાયા હોવાની આશંકા છે. સુરક્ષા કર્મચારીઓએ બિલ્ડિંગની આસપાસ રાસ્તાઓને સીલ કરી દીધા. આગ એટલી ભયાનક છે કે લોકો બિલ્ડિંગના ઢસડી જવાની આશંકા બતાવી રહ્યા છે. 
એવુ કહેવાય રહ્યુ છે કે આ એક રહેવાસી બિલ્ડિંગ છે. બુધવારે સવારે અચાનક આગ લાગવાથી લોકોને એપાર્ટમેંટમાંથી બહાર નીકળવાની તક ન મળી. ઈમારતમાંથી આગના લપેટા નીકળી રહ્યા છે. બિલ્ડિંગમાં લગભગ 120 ફ્લેટ છે. મતલબ તેમા લગભગ 120 પરિવાર રહે છે. હાલ તેમા ઘાયલ લોકોની માહિતી નથી મળી રહી. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટેંટ કમિશ્નર ડૈન ડૈલીએ જણાવ્યુ કે રાહત અને બચાવનો કાર્ય ચાલી રહ્યુ છે. આગની લપેટ ઈમારંતના 100 મીટર હદ સુધી ફેલાયેલી છે. 
અત્યાર સુધી આગ લાગવાનુ કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી. ગ્રેનફેલ ટાવર પશ્વિમ્કી લંડનના નોટ્ટિંગ હિલના નિકટ લાતિમેર રોડ પર આવેલ છે. આગ ઓલવવા માટે 40 અગ્નિશામક ગાડીઓ અને 200 કર્મચારીઓ લાગ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પર અનેક પોલીસ કર્મચારી પણ પહોંચી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો મદદ માટે બૂમાબૂમ કરી રહ્યા છે. જ્યારે કે કેટલાક લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યુ કે ઈમારતમાં ભીષણ આગ લાગી છે. 

 
વીડિયો સાભાર - યુ ટ્યુબ