શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ન્યૂયોર્ક. , શુક્રવાર, 24 જુલાઈ 2015 (11:29 IST)

અમેરિકાના મૂવી થિયેટરમાં ફાયરિંગ, 2ના મોત, 8 ઘાયલ

મેરિકાના લૂસિયાના શહેરના લાફિએટમાં ગુરૂવારે સાંજે ફાયરિંગમાં 2 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે 8 લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટના એક મૂવી થિયેરટરમાં બની. પોલીસ મુજબ માર્યા ગયેલા લોકોમાં ફાયરિંગ કરનારાઓનો પણ સમાવેશ છે. 
 
પ્ત માહિતી મુજબ ઘટના સાંજે 7.30 વાગ્યે જોન્સન સ્ટ્રીટ સ્થિત ગ્રૈંડ થિયેટરમાં બની. આ સમયે ત્યા મૂવી 'ટ્રેન રેક' બતાડવામાં આવી રહી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે એક અધેડ વયના ગોરા વ્યક્તિએ અચાનક ઉભા થઈને ફાયરિંગ શરૂ કરી દીધુ. 
 
સિટી માર્શલ બ્રાયન પોપે જણાવ્યુ કે ફાયરિંગ કરી રહેલ વ્યક્તિએ બંદૂક પોતાની તરફ કરીને ખુદને ગોળી મારી લીધી. જેને કારણે તેનુ મોત થયુ. ઘાયલોને તરત જ નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા જ લૂસિયાનાના ગવર્નર બૉબી જિંદલ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. હાલ ઘટનાનું કારણ જાણવા મળ્યુ નથી.