શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 17 ડિસેમ્બર 2014 (14:33 IST)

તે લાશોને ગોળી મારીને મોતની ખાતરી કરી રહ્યા હતા - મોતને નિકટથી જોનાર બાળકની આપવીતી

પેશાવરના આર્મી શાળામાં આતંકવાદીઓએ ઘુસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. 132 બાળકો સહિત 141 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. કેવુ હતુ એ ખોફનાક દ્રશ્ય. હુમલામાંથી બચી ગયેલા લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કિશોર વિદ્યાર્થીની દિલ દહેલાવનારી દાસ્તાન વાંચો.. 
 
હુ હુમલા સમયે શાળાના ઓડિટોરિયમમાં કેરિયર ગાઈડેંસ સત્રમાં મારા ક્લાસમેટ સાથે હતુ. ત્યારે અચાનક સુરક્ષા બળની વેશભૂષામાં ચાર આતંકવાદીઓ ગોળીઓ વરસાવતા ઘુસ્યા. તેઓ જોરજોરથી મજહબી નારા લગાવી રહ્યા હતા. અમે ઉતાવળમાં સીટ નીચે સંતાવાની કોશિશ કરવા લાગ્યા. એટલામાં એક આતંકવાદી મોટેથી બોલ્યો. 'સીટો અને બેંચો નીચે જે વિદ્યાર્થી સંતાયા છે ત્યા જાવ અને તેમને મારો' 
 
મે બેંચની નીચેથી વળીને જોયુ તો કાળા જૂતા પહેરીને કોઈ આવી રહ્યુ છે. જે કદાચ અમને શોધી રહ્યો હતો.  ઓડિટોરિયમમાં કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારીમાં અચાનક મારા બંને પગોમાં ગોળી વાગી ગઈ. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો પણ મે નક્કી કર્યુ કે હુ મોત સાથે રમીશ. 
 
હુ સૌ પહેલા મારી ટાઈને વાળીને મારા મોઢામાં દબાવી જેથી મારા મોઢામાંથી ભયને કારણે ચીસ ન નીકળી શકે. મે મારા શ્વાસ રોકીને અને આંખો બંધ કરીને સૂઈ ગયો. 
 
મોટા કાળા જૂતાવાળ વ્યક્તિ અમારી નિકટ આવ્યો. એ જોઈ રહ્યો હતો કે કોઈ જીવતુ તો નથી બચ્યુ ને. તે દરેક લાશને ગોળી મારી રહ્યો હતો. હુ પણ મારી આંખો બંધ કરીને ગોળી વાગવાની રાહ જોઈ રહ્યો હતો. પણ તે આવ્યો અમેન પોતાની બંદૂકથી હલાવીને જતો રહ્યો. કદાચ આ મોતનો ટચ હતો. તે આતંકવાદી પછી ત્યાથી જતો રહ્યો. 
 
તેના ગયા પછી મારુ શરીર ખૂબ ધ્રુજી રહ્યુ હતુ. છેવટે હુ બેહોશ થઈ ગયો.  હુ મોતને આટલા નિકટ મહેસૂસ કરવાનો આ અહેસાસ ક્યારેય નહી ભૂલી શકુ.