શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2016 (15:30 IST)

શરમજનક ઘટના... વાછરડાને ખાઈ જવાના શકમાં એક માદા અજગરને તેના ડઝનો અજન્મેલ બચ્ચા સાથે મોતને ઘાટ ઉતારી

હોલીવુડ ફિલ્મ એનાકોંડા તો તમે જોઈ જ હશે. એ પણ જોયુ હશે કે તેમા કેવી રીતે એક વિશાળકાય અજગર એક એક કરીન સૌને ગળી જાય છે. આમ તો એ એક ફિલ્મ હતી અને ફિલ્મસમાં અનેકવાર અતિશયોક્તિની લિમિટ ક્રોસ થઈ જાય છે  પણ આ એક  સત્ય છે કે અજગર એક વાર કોઈ મોટા જીવને પોતાનો શ્કાર બનાવે છે અને તેને ડાયરેક્ટ ગળી જ જાય છે.  ત્યારબાદ તેને 6 મહિના કે વર્ષભર શિકારને શોધમાં ફરવુ પડતુ નથી કે ન તો કંઈ પણ ખાવાની જરૂર પડે છે. તે એકદમ સુસ્ત પડ્યો રહે છે. પણ આજે અમે તમને એક એવા સમાચાર બતાવી રહ્યા છે જેમા એક અજગરનુ મોટુ પેટ તેને માટે મુસીબત બની ગયુ. 
 
સમગ્ર મામલો એ છે કે નાઈજીરિયામાં રહેનારો એક વ્યક્તિના ઘરેથી તેનુ વાછરડુ ન મળ્યુ.  ત્યારે શોધ દરમિયાન તેની નજર ઝાડીયોમાં સૂઈ રહેલ એક અજગર પડી તો તેના હોશ ઉડી ગયા. એ અજગરનુ પેટ ખૂબ જ મોટુ લાગી રહ્યુ હતુ  તેથી એ માણસને લાગ્યુ કે એ અજગર જ તેના વાછરડાને ખાઈ ગયો છે. 
 
પછી તો શુ હતુ તેણે એ અજગરને ઝાડીયોમાંથી બહાર કાઢીને લોકોની મદદથે તેનુ પેટ કાપી નાખ્યુ. પણ પેટ કાપ્યા પછી જે તેણે અને ત્યા હાજર લોકોએ જોયુ તો બધા જ ચોંકી ગયા. અજગરનુ પેટ કાપ્યા પછી જાણ થઈ કે તેનુ પેટ વાછરડાને ખાવાથી મોટુ નહોતુ દેખાતુ પણ તે એક માદા અજગર હતી જે ટૂંક સમયમાં જ બાળકોને જન્મ આપવાની હતી. અજગરના પેટમાં ડઝનો ઈંડા હતા. પણ સૌથી ખરાબ વાત એ છે કે આ ગામના લોકોએ અજગરને માર્યા પછી તેના ઈંડા પણ એક એક કરીને નષ્ટ કર્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અજગર એકવારમાં 100 જેટલા બાળકોને જન્મ આપી શકે છે. 
 
જો કે હજુ સુધી આ વાતની જાણ નથી થઈ કે આ કઈ પ્રજાતિનો અજગર હતો. પણ તેની સાઈઝને જોતા એવુ માનવામાં આવે છે કે આ એક African Rock Python હતો. આ 24 ફુટ સુધી લાંબો હોઈ શકે છે. એટલુ જ નહી આ બકરી, હિરણ અહી સુધી કે મગરમચ્છ જેવા અનેક મોટા જાનવરોને  સીધો ગળી જ જાય છે. આ ખૂબ જ આક્રમક હોય છે. 
 
જ્યારથી આ ન્યૂઝ વાયરલ થઈ છે ત્યારથી કેટલાક લોકોને આ અજગર માટે દુખ વ્યક્ત કર્યુ છે તો બીજી બાજુ સ્થાનીક લોકો આ વાતથી ખૂબ ખુશ છે કે તેમના વિસ્તારમાં 100થી વધુ અજગર જન્મ લેવાથી બચી ગયા. પણ એક વાત છે જે ખટકી રહી છે કે માણસ હોય કે જાનવર.. શકની બુનિયાદ પર મોતની સજા આપવી ક્યા સુધી યોગ્ય છે ?