Widgets Magazine
Widgets Magazine

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને ભારત વિરુદ્ધ ચીન-પાકિસ્તાનની બેવડી નીતિ પસંદ નથી

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (10:46 IST)

Widgets Magazine
donald trump

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રતિ પાકિસ્તાન કે ચીનના બેવડા વલણને પસંદ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમના એક સભ્યે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા માપદંડોને બર્દાશસ્ત કરશે નહીં.  રિપબ્લિકન હિન્દુ કોલિશન(RHC)ના સંસ્થાપક અને અધ્યક્ષ તથા ટ્રમ્પના વિશ્વસનીય સહયોગી શલભકુમારે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ ભારત-પાકની દોસ્તીનું પણ સમર્થન કરશે.
 
શલભકુમારે કહ્યું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા વલણને બર્દાશ્ત કરશે નહીં. અત્રે જણાવવાનું કે એક બાજુ પાકિસ્તાન અને ચીન આતંકી સંગઠનોનું સમર્થન કરે ચે અને બીજી બાજુ ભારત સાથે મિત્રતાની વાત કરે છે. ભારતમાં તો જે આતંકવાદ ફેલાયો છે તે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી સંગઠનોના પ્રતાપે જ છે. પરંતુ પાકિસ્તાન તેના ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. હવે આશા છે કે ટ્રમ્પ આ મામલે પાકિસ્તાન સાથે કડક વલણ અપનાવશે.
 
તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પ પાકિસ્તાન સાથે એકદમ સપાટ સંબંધો રાખશે. આતંકવાદ ભારત માટે એક મોટી ચિંતા છે એ બાબત તેઓ સારી પેઠે જાણે છે અને તેઓ પાકિસ્તાનને એ વાત સમજાવી શકે છે કે તે યોગ્ય દિશામાં આગળ વધીને ભારત સાથે મિત્રતા કરે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ડિજિટલ ક્રાંતિમાં પણ કેલેન્ડરનો યુગ, ડેસ્ક-ડટ્ટા કેલેન્ડરનો ક્રેઝ

સમય હંમેશાં ગતિશીલ છે. સમય હંમેશાં પરિવર્તનના પ્રવાહમાં આગળ વધતો જ રહેતો હોય છે. ર૦૧૬ના ...

news

અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની હાજરીમાં ગાંધીનગરમાં ફિક્સ પે મુદ્દે જનઆક્રોશ મહાસંમેલન

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી ફીક્સ પગાર પ્રથા તથા કોન્ટ્રાક્ટ પ્રથા સામે ગુજરાત જન ...

news

મોદીની લખનઉ રેલી - બીજેપી માટે ચૂંટણી ફક્ત જીતનો મુદ્દો નથી, પણ આ 2017ની યૂપી ચૂંટ્ણી એક જવાબદારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહી રમાબાઇ આંબેડકર મેદાનમાં પરિવર્તન મહારેલીને સંબોધન કરવાના ...

news

સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય - ધર્મના આધાર પર નથી માંગી શકતા વોટ

ચૂંટણી પર સુપ્રીમ કોર્ટે આજે એક મુખ્ય નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine