Widgets Magazine
Widgets Magazine

ટ્રમ્પે ભારતને ગણાવ્યો સાચો મિત્ર - મોદીને ફોન પર આપ્યુ અમેરિકા આવવાનુ આમંત્રણ

વોશિંગ્ટન, બુધવાર, 25 જાન્યુઆરી 2017 (10:58 IST)

Widgets Magazine

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ ટ્રમ્પે ભારતને કહીને પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.  બન્ને નેતાઓ વચ્ચે વેપાર, રક્ષા અને આતંકવાદ જેવા મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાત થઈ હતી. 
 
   બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતની જાણકારી આપતાં વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રંપે ભારપુર્વક કહ્યું કે, અમેરિકા ભારતને પોતાનો સાચો મિત્ર માને છે. સાથે જ વિશ્વના પડકારો સામે લડવા માટે ભાગીદાર પણ માને છે.
 
 બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવા કે ઈકોનોમી અને ડિફેન્સ પર બંને દેશો વચ્ચે ભાગીદારી મજબુત કરવા પર અપાયો. આ ઉપરાંત બંને વચ્ચે સાઉથ અને સેન્ટ્રલ એશિયામાં સુરક્ષાના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ.  બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતની જાણકારી આપતાં વાઈટ હાઉસે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રંપે ભારપુર્વક કહ્યું કે, અમેરિકા ભારતને પોતાનો સાચો મિત્ર માને છે. સાથે જ વિશ્વના પડકારો સામે લડવા માટે ભાગીદાર પણ માને છે.
   
અમેરિકી રાષ્ટ્રપતિએ ફોન કરીને વડાપ્રધાન મોદી સાથે વાત કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું. સામે પીએમ મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા પર ભાર મૂક્યો.
 
રાષ્ટ્રપ્રમુખ ટ્રંપ અને પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરુદ્ઘ વૈશ્વિક લડાઈમાં સાથે ચાલવાનો સંકલ્પ લીધો. પીએમ મોદી દુનિયાભરના દેશોના એવા પાંચમા નેતા છે, જેમની સાથે ડોનલ્ડ ટ્રંપે શપથ લીધા પછી વાતચીત કરી છે



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા પર ફાયરિંગ

રાણાવાવનાં પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ દુલાભાઈ ઓડેદરાના ભાઈ ભીમભાઈ દુલાભાઈ ઓડેદરા ઉપર ફાયરિંગ ...

news

ઉંઘમાં જ માતા બની ગઈ આ મહિલા , જોતા જ રહી ગયા ડોક્ટર

આવું થાય તો નહી , પણ થયું જરૂર છે. માત બનવાના સમયે થતી પ્રસવ પીડા-દુખાવામાં દરેક મહિલા ...

news

‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ

ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે ...

news

ફેસબુક પર 'બાપુ ફોર ગુજરાત CM'નું પેજ 'સાયબર વોર' માટે કોંગ્રેસ તૈયાર

ગુજરાતનાં ભુતપુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજયમાં આવેલા રાજકીય ...