શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (12:10 IST)

મેક્સિકો સિટીના ફટાકડા બજારમાં બ્લાસ્ટ, 29 લોકોના મોત, 70 ઘાયલ

મેક્સિકો. મેક્સિકોના સૌથી મોટા ફટાકડા બજારમાં ભીષણ વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા 29 લોકોના મોત થઈ ગયા અને 70 લોકો ઘાયલ થઈ ગયા. અધિકારીઓએ આ માહિતી આપી. 
 
બજારમાં હતા મોટી સંખ્યામાં ગ્રાહક 
 
ટુલ્ટેપેકમાં લાગેલી આગથી એક પછી એક અનેક વિસ્ફોટ થયા અને મેક્સિકો સિટીમાં ઘુમાડાનો ગુબ્બાર છવાય ગયો. વિસ્ફોટના સમયે બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહક હતા જે વર્ષના અંતે પારંપારિક જશ્ન મનાવવા માટે પટાખા ખરીદી રહ્યા હતા. અનેક લાતિન અમેરિકી દેશોમાં ક્રિસમસ અને નવવર્ષ સમારંભમાં મોટાભાગે ફટાકડામાં વિસ્ફોટની દુર્ઘટનાઓ થાય છે. મેક્સિકો સ્ટેટ અભિયોજક અલેજાંદ્રો ગોમેજે ઘટનાસ્થળ પર હાજર સંવાદદાતાઓને કહ્યુ,  "અમે ઘટનાસ્થળથી 29 શબ જપ્ત કર્યા છે." 
 
 
સંઘીય પોલીસે ટ્વિટર પર આપ્યા મૃતકોની સંખ્યા 
 
સંઘીય પોલીસે પહેલા મૃતક સંખ્યા 9 બતાવી હતી. તેમ્ણે ટ્વિટર પર કહ્યુ કે 70 લોકો ઘાયલ થયા છે અને તેમને કટોકટીના કક્ષમાં લેવામાં આવી રહી છે.  બંબા  કર્મચારી ત્રણ કલાકની મહેનત પછી આગને કાબૂમા કરી શકે.  નાગરિક સુરક્ષા સેવાના પ્રમુખ લુઈસ ફેલિપે પ્યુએંતેએ કહ્યુ કે તેમને બધા ફટાકડામાં વિસ્ફોટ રોકવાની રાહ જોવી પડી. ઘણુ નુકશાન થયુ છે. તેમને કહ્યુ કે આખુ જ બજાર નષ્ટ થઈ ગયુ છે અને અનેક ઘાયલોની સ્થિતિ નાજુક છે.