શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 2 જુલાઈ 2016 (11:25 IST)

LIVE: ઢાકા - રેસ્ટોરેંટમાંથી એક ભારતીય સહિત 18 બંધક છોડાવ્યા, 6 આતંકી ઠાર એક પકડાયો

હાઈ પ્રોફાઈલ વિસ્તારના રેસ્ટોરેંટમાં શુક્રવારે રાત્રે હથિયારબંદ આતંકી હુમલા પછી કમાંડો ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. લગભગ 100 કમાંડો રેસ્ટોરેંટમાં ઘુસ્યા. એક ભારતીય નાગરિક સહિત અત્યાર સુધી 18 બંધકોને છોડૅઅવ્યા છે. લગભગ 11 કલાકથી ચાલુ આ બંધક સંકટની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)એ લીધી છે. મળતા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 6 હુમલાખોરો ઠાર થયા છે અને એકની ધરપકડ થઇ છે. બે હુમલાખોરો અંગે જાણી શકાયુ નથી. ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઇએસઆઇએસએ આ હુમલાની જવાબદારી લીધી છે. ત્રાસવાદી સંગઠને કહ્યુ છે કે અત્યાર સુધીમાં 24  લોકોને મારી નાંખવામાં આવ્યા છે જયારે સલામતી દળો આનો ઇન્કાર કરે છે.
 
ઈસ્લામિક સ્ટેટે પોતાની સમાચાર એજંસી અમાક દ્વારા હુમલાના લગભગ ચાર કલાક પછી આની જવાબદારી લીધી છે. શહેરમાં લાઈવ પ્રસારણ રોકવામાં આવ્યુ છે. તાજી માહિતી મુજબ કમાંડોએ ફાયરિંગ રોકી દીધુ છે. આ દરમિયાન 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને એકને પકડવામાં આવ્યો છે. કમાંડો ઓપરેશન ખતમ થઈ ચુક્યુ છે. ઢાકામાં રેડ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. આજે બધી સરકારી ઓફિસો બંધ રહેશે. 
 
અમેરિકી સાંસદોએ ઢાકા બંધક સંકટની નિંદા કરી છે. બીજી બાજુ આઈએસ તરફથી હુમલાને લઈને અમેરિકાએ હાલ પુષ્ટિ થવાની વાત નકારી છે. અહી કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ કહ્યુ કે આ ઘટનાની ભારતે નોંધ લીધી છે. ડિફેંસ એક્સપર્ટ કમર આગાએ કહ્યુ કે આ દુખદ ઘટનાના તાર પાકિસ્તાન સાથે પણ જોડાયા છે. આતંકવાદીઓને ત્યાથી સતત મદદ મળી રહી છે. 
 
   પોલીસે જણાવ્યુ હતુ કે, રેસ્ટોરન્ટની અંદર ભારત, ઇટાલી, જાપાન સહિતના અનેક વિદેશીઓ અને સ્થાનિક લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બંધકોમાં એક ભારતીય યુવતી પણ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અમારી પહેલી પ્રાથમિકતા બંધકોને છોડાવી લેવાની છે. હુમલાખોર અલ્લાહ હો અકબરના નારા લગાવી અંદર ઘુસ્યા હતા. આ વિસ્તારમાં લગભગ 34 દેશોના દુતાવાસ અને એલચી કચેરીઓ આવેલી છે.
 
   આ લખાય છે ત્યારે પણ ઓપરેશન ચાલુ છે અને સામ-સામા ગોળીબાર પણ થઇ રહ્યા છે. સેનાએ સમગ્ર ઓપરેશન પોતાના હાથમાં લઇ લીધુ છે. ત્રાસવાદીઓએ અંધાધુંધ ફાયરીંગ કર્યુ હતુ જેનો સલામતી દળોએ પણ પ્રતિકાર કર્યો હતો.
 
   આ ઘટના બાદ ઢાંકાના અનેક વિસ્તારોમાં લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. રેસ્ટોરન્ટ પાસે બોંબ ધડાકાઓના અવાજો પણ સંભળાયા હતા. આ હુમલામાં 14 બંધકોને છોડાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ઉપર આ દેશે પ્રહાર કર્યો હોવાનુ જાણવા મળે છે. બંધકોમાં કેટલાક ભારતીયો પણ હતા. આર્મી ચીફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઓપરેશન ઉપર પીએમ શેખ હસીના ખુદ નજર રાખી રહ્યા છે. કેટલાક લોકોને ગોળીઓ પણ વાગી છે. 100થી વધુ કમાન્ડોએ બેકરીના રેસ્ટોરન્ટ ઉપર ઓપરેશન હાથ ધર્યુ છે. અંદર ઘુસેલા ત્રાસવાદીઓ સ્યુસાઇડ બોમ્બર હોવાનુ કહેવાય છે હવે તેઓનો ઇરાદો લોકોને મારવાનો જ હતો. બાંગ્લાદેશ સરકારે આ કટોકટીના લાઇવ કવરેજ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્યુસાઇડ બોમ્બરો છે અને તેઓનો ઇરાદો લોકોને મારવાનો જ હતો. આ લોકો ડિપ્લોમેટીક ઝોનમાં કોઇ એક એમ્બ્રેસીને પણ નિશાના ઉપર લ્યે તેવી શકયતા છે. હજુ ઓપરેશન ચાલુ છે અને હુમલાખોરોના હાથમાંથી બંધકોને છોડાવવાના પ્રયાસો ચાલુ છે. આ રેસ્ટોરન્ટમાં કાયમ વિદેશીઓ અને રાજદ્વારીઓ આવતા રહેતા હોય છે. હુમલાખોરોએ રેસ્ટોરન્ટની અંદરથી બોંબ ફેંકયા હતા અને થોડી-થોડીવારે ફાયરીંગ પણ કર્યુ હતુ. અંદરથી ઇટાલી, ભારત, જાપાન સહિતના દેશોના ૧૪ વ્યકિતઓને છોડાવી લેવામાં આવ્યા છે. હુમલાખોરોએ ગ્રેનેડ હુમલો પણ કર્યો હતો. સમગ્ર રેસ્ટોરન્ટને પોલીસ અને રેપીડી એકશન ફોર્સે ઘેરી લીધી છે અને સામ-સામે ફાયરીંગ પણ થઇ રહ્યા છે.
 
   ઇસ્લામિક સ્ટેટે પોતાની સમાચાર એજન્સી અમાક થકી હુમલાના ચાર કલાક બાદ જવાબદારી લીધી હતી ત્યાં ભારતીય હાઇકમાનના બધા કર્મચારીઓ સુરક્ષિત છે. આ ઘટનામાં ઇટાલીના બે નાગરિકના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે