ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :ઈસ્લામાબાદ. , શનિવાર, 20 સપ્ટેમ્બર 2014 (16:28 IST)

પાકિસ્તાની નેતાનું ભડકાઉ નિવેદન, "હુ ભારતમાં કાશ્મીરની એક ઈંચ જમીન પણ નહી છોડુ"

પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ કાશ્મીર પર ભડકાઉ નિવેદન આપ્યુ છે. બિલાવલે કહ્યુ કે તેમની પાર્ટી ભારત પાસેથી પુર્ણ કાશ્મીર પરત લેશે. આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે બંને દેશ પરસ્પર સંબંધ સુધારવામાં લાગ્યા છે. બેનઝીર ભુટ્ટોના પુત્રએ આ નિવેદન મુલ્તાન ક્ષેત્રમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા આપ્યુ. 

 
બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેયરમેન છે. તેમણે કહ્યુ કે, "હુ પુર્ણ કાશ્મીર પરત લઈશ અને એક ઈંચ જમીન પણ નહી છોડુ કારણ કે અન્ય રાજ્યોની જેમ આ પણ પાકિસ્તાનનું છે." આ દરમિયાન પાકિસ્તાનના પુર્વ પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાની અને રાજા પરવેઝ અશરફ પણ હાજર હતા. બિલવાલની પાર્ટી 2018ની ચૂંટણી લડશે.  
 
બિલાવલની માં બેનઝીર બે વાર પાકિસ્તાનની પ્રધાનમંત્રી રહી. 2007માં તેમની હત્યા કરવામાં આવી હતી. બિલાવલના પિતા આસિફ અલી જરદારી 2008થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા. બેનઝીરના પિતા અને બિલાવલના નાના જુલ્ફિકાર અલી ભુટ્ટોએ 1967માં પાર્ટીની સ્થાપનાની એ પણ પ્રધાનમંત્રી રહ્યા. 
 
જો કે બિલાવલની પાર્ટી પીપી સત્તામાં નથી. પણ આ મહિનાના અંતમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ ન્યૂયોર્ક જશે. આ નિવેદન પછી આશંકા બતાવાય રહી છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે.  
 
જો કે બિલાવલની પાર્ટી પીપીપી સત્તામાં નથી. પણ આ મહિનાના અંતમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ ન્યૂયોર્ક જશે. આ  નિવેદન પછી આશંકાની બતાવાય રહી છે.