મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (14:22 IST)

પુલવામાં પર પુરાવા આપો.. કાર્યવાહીની ગેરંટી હુ લઉ છુ - ઈમરાન

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાના મુદ્દા પર પાકિતાનના પ્રધાનમ6ત્રી ઈમરાન ખાને મંગળવારે નિવેદન રજુ કર્યુ. પોતાન નિવેદનમાં ભારતને દબાયેલી અવાજમાં યુદ્ધની ધમકી પણ આપી દીધી છે. તેમણે કહ્યુ કે જો અમારા પર હુમલો કર્યો તો પાકિસ્તાન ખુલ્લો જવાબ આપશે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલાને  લઈને  કોઈપણ જાતના પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે. અમે પહેલા એટલે જવાબ ન આપ્યો કારણ કે સઉદી પ્રિંસના પ્રવાસ પર અમારુ ધ્યાન હતુ. જ્યારે ક્રાઉન પ્રિસ પરત ગયા તેથી હુ હવે જવાબ આપી રહ્યો છુ. 
 
તપાસ માટે તૈયાર 
 
તેમણે કહ્યુ કે હિન્દુસ્તાનની સરકારે કોઈપણ જાતના પુરાવા વગર પાકિતાન પર આરોપ લગાવ્યો. પાકિસ્તાને કેમ કરશે. તેમા તેને શુ ફાયદો. જો ભારતની સરકાર અમને કોઈ પુરાવા આપશે તો અમે આ મુદ્દા પર તપાસ કરવા માટે તૈયાર છીએ.  પોતાના નિવેદનમાં ઈમરાન ખાને કહ્યુ કે છેલ્લા 15 વર્ષથી અમે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છીએ.  તેનાથી અમને કોઈ ફાયદો નથી થયો. દરેક વખતે કાશ્મીરમાં કશુ પણ થાય છે તો પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવે છે. 
 
તપાસ માટે તૈયાર 
 
તેમણે કહ્યુ કે હિન્દુસ્તાનની સરકરે કોઈપણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી દીધા. પાકિસ્તાન કેમ કરશે. તેનાથી શુ ફાયદો. જો ભારતની સરકાર અમને કોઈ પુરાવા આપશે તો અમે આ મુદ્દા પર તપાસ કરવા માટે તૈયાર છીએ. તેનાથી અમને કોઈ ફાયદો નથી. દર વખતે કશ્મીરમાં કશુ પણ થાય છે તો પાકિસ્તાન પર  આરોપ લગાવવામાં આવે છે. 
 
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો હિન્દુસ્તાન કોઈ તપાસ કરાવવા માંગે છે તો અમે તપાસ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે અમે આતંકવાદ પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે તેને ખતમ કરવા માંગીએ ચીએ.   પાકિસ્તાનને આતંકવાદથી ખૂબ નુકશાન થયુ છે. 
 
કાશ્મીરમાં સેનાથી હલ નહી નીકળે 
 
ઈમરાન ખાને કહ્યુ કે એક નવો વિચાર આવવો જરૂરી છે. કશ્મીરના નૌજવાનો પરથી આજે મોતનો ભય જ ઉતરી ચુક્યો છે. તેમણે કહ્યુ કે જો આજે અફગાનિસ્તાનના અંદર આ નક્કી થઈ ચુકી છે કે સેના જ હલ નથી તો હિન્દુસ્તાનમાં પણ કાશ્મીરને લઈને વાત થવી જોઈએ. 
 
હુમલો કર્યો તો આપશે માકૂલ જવાબ -  ઈમરાને કહ્યુ કે હિન્દુસ્તાનમાં લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને સબક શિખવાડવો જોઈએ. કોઈપણ કાયદો કોઈને જજ બનવાની મંજુરી નથી આપતો.  ચૂંટનીનુ વર્ષ છે તેથી તમે આ પ્રકારની વાતો કરી રહ્યા છો. જો તમે વિચારો છો કે પાક્સિતાન પર હુમલો કરવો જોઈએ તો અમે પણ જવાબ આપવા બિલકુલ તૈયાર છીએ.  તેમણે કહ્યુ કે અમે જાણીએ છીએ કે જંગ શરૂ કરવુ સહેલુ છે પણ તેને ખતમ કરવુ ખૂબ મુશ્કેલ છે. ઈમરાને કહ્યુ એક  બંને દેશો વચ્ચે જે મસલો છે તે ફક્ત વાતચીતથી જ હલ થશે. 
 
ઉલ્લેખનીય છેકે હુમલાને પાકિસ્તાનમાં બેસેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.  ભારતે આ હુમલાને લઈને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યુ હતુ જ્યારબાદ તે ગભરાય ગયુ છે.