શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (11:20 IST)

દુનિયાના આઠ શકિતશાકી રાષ્ટ્રમાં ભારતને મળ્યુ છઠ્ઠુ સ્થાન, મોદીના પણ થયા વખાણ

વર્ષ 2017 માટે આઠ શક્તિશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારતને છઠ્ઠુ સ્થાન મળ્યુ છે. અમેરિકાની વિદેશ નીતિ સાથે જોડાયેલ એક મુખ્ય મેગેઝીને ભારતને છઠ્ઠા સ્થાન પર રાખ્યુ છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ, ચીન અને જાપાનને સંયુક્ત રીતે બીજુ સ્થાન મળ્યુ છે. આ ઉપરાંત આ યાદીમાં.. 
 
રૂસ (ચોથુ)
જર્મની (પાંચમુ) 
ભારત(છઠ્ઠુ) 
ઈરાન(સાતમુ)  
ઈસાઈલ (આઠમાં) સ્થાન પર છે. 
 
ધી અમેરિકન ઈન્ટ્રેસ્ટ’ નામના આ મેગેઝીને આઠ મહાન વૈશ્વિક તાકાતો સંલગ્ન પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું કે જાપાનની જેમ ભારતને પણ વિશ્વના શક્તિશાળી દેશોની યાદીઓમાં હંમેશા નજરઅંદાઝ કરવામાં આવે છે. પરંતુ વૈશ્વિક મંચ પર તેનું સ્થાન દુર્લભ અને ઉલ્લેખનીય છે. મેગેઝીનમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે જ્યાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા દુનિયામાં બીજા નંબરે છે. આ સાથે જ ભારત એક વિવિધતાથી ભરપૂર અને ઝડપથી આગળ વધતી આર્થિક તાકાત છે.
 
આ સાથે જ ભારત એક વિવિધતાથી પરિપૂર્ણ ઝડપથી આગળ વધતી આર્થિક તાકત છે. પત્રિકા મુજબ ભૂ-રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં મુકો તો ચીન, જાપાન અને અમેરિકા બધા પોતાના એશિયાઈ સુરક્ષા માળખાને લઈને ભારત સાથે સહયોગને લઈને ઉત્સુક છે. બીજી બાજુ યૂરોપીય સંઘ અને રૂસ આકર્ષક વેપાર અને રક્ષા સમજૂતી માટે નવી દિલ્હી તરફ જુએ છે. 
.
નરેન્દ્ર મોદીના વખાણ 
 
મેગેઝીને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક સુધારાઓના આધુનિકીકરણની સાથે સાથે પોતાની ક્ષમતાના ઉપયોગ દ્વારા ભારતે ચતુરાઈથી હરિફ શક્તિઓથી અલગ પોતાનો રસ્તો બનાવી લીધો છે. નોટબંધી બાદ ઊભી થયેલી સમસ્યાઓ અને પાકિસ્તાનના ભય હોવા છતાં ભારતે 2016માં પોતાના પગ વધુ મજબુતીથી જમાવી લીધા છે.