મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: દોહા , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (11:31 IST)

મોદીનું કાર્ટૂન ફેસબુક પર નાખનારી ભારતીય ટીચરે નોકરી ગુમાવી

કતરની રાજધાનીમાં એક મહિલા ટીચરને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક કાર્ટૂનને ફેસબુક પર પોસ્ટ કરવા પર કથિત રૂપે નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા.
 
સ્થાનીક છાપા 'પેનિનસૂલા ડેલી' ની એક રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે થયેલ આ ઘટનાને કારણે પ્રવાસી ભારતીય સમુદાયના એક જૂથ વચ્ચે એક મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. તેમનુ કહેવુ છેકે આ કાર્ટૂન દ્વારા મોદીનુ અપમાન થયુ છે. કાર્ટૂનમાં મોદીની ફોટો પર કાળા અને સફેદ ધારીવાળા એક કૂતરાને પેશાબ કરતો બતાવાયો છે. 
 
મહિલા ટીચર જે ખુદ ભારતીય છે. તેને કહ્યુ કે આ કાર્ટૂન સોશિયલ મીડિયામાં લોકો દ્વારા શેયર કરવામાં આવી રહ્યો હતો અને તેમને પણ તેને પોતાના ફેસબુક એકાઉંટ પર શેર કર્યો. 
 
એમઈએસ ઈંડિયન શાળાની આ ટીચરના હવાલાથી છાપાએ કહ્યુ, 'ન તો મે તેને બનાવ્યુ છે કે ન તો મે તેને મોદીના અપમાનના ઈરાદાથી પોસ્ટ કર્યુ.' રિપોર્ટ મુજબ ટીચરે શરૂઆતમાં પ્રબંધન દ્વારા તપાસ માટે ત્રણ દિવસ માટે બહાર કરવામાં આવી. આ અઠવાડિયે તેને રાજીનામુ આપવાનુ કહેવામા આવ્યુ અને તેણે આવુ જ કર્યુ. 
 
તેમના મિત્રોએ છાપાને કહ્યુ કે તે સ્કૂલના આ પગલાથી ખૂબ જ દુ:ખી છે. કારણ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે જ્યા નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે.