શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 5 મે 2015 (11:32 IST)

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા

અમેરિકાના સાઉથ કૈરોલિનામાં એક ગુજરાતી સ્ત્રીની લૂટપાટની કોશિશ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી. મૂળ આણંદ(ગુજરાત)ની રહેનારી મૃતકા મૃદુલાબેન પટેલ સાઉથ કૈરોલાઈનામાં એક ગેસ સ્ટેશનની ભાગીદાર હતી. 
 
અમેરિકી પોલીસ હુમલો કરનારને હજુ સુધી પકડી શકી નથી અને આરોપીની ઓળખ માટે સ્થાનીક લોકો પાસે મદદ માંગી છે. ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કૈમેરામાં કેદ થઈ ગઈ. ઘટના ગુરૂવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે બની છે. પોલીસે જણાવ્યુ કે વિડીયો ફુટેજમાં એક વ્યક્તિ સ્ટોરમાં ઘુસતા અને સિગરેટ ખરીદતા જોવા મળી રહ્યો છે. સિગરેટ ખરીદ્યા પછી તે મૃદુલાબેનને ગોળી મારી દે છે. 
 
પોલીસ અધિકારી વીડિયોની તપાસ કરી રહ્યા છે.  મૃદુલાબેનના મિત્ર દિલિપ શાહે કહ્યુ કે તેમનો ક્યારેક કોઈની સાથે કોઈ ઝગડો કે વિવાદ નથી રહ્યો.   બીજી બાજુ તેમની ભત્રીજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકામાં રહેનારા ભારતીયો માટે કશુ કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકામાં ગુજરાતી વેપારીઓ પર થયેલ હુમલાની આ પાંચમી ઘટના છે.