ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , સોમવાર, 7 નવેમ્બર 2016 (12:24 IST)

ISIS ની ધમકી, મુસલમાન અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટિંગ ન કરે

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઠીક પહેલા આતંકી સંગઠન ઈસ્લામિકી સ્ટેટ (ISIS)એ ધમકી રજુ કરી મુસલમાનોને આ ચૂંટણીથી દૂર રહેવાની સલાહ આપી છે. 
 
મોટો હુમલો કરી શકે છે ISIS
 
 ISIS એ ધમકી આપતા સ્પષ્ટ કહ્યુ છે કે મુસ્લિમ વોટિંગના દિવસે ઘરમાંથી બહાર ન નીકળે કારણ કે એ દિવસે આતંકી મોટો હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી સુરક્ષા એજંસીઓએ પણ હુમલાને લઈને એલર્ટ રજુ કર્યુ હતુ. જો કે આ એલર્ટ  ISIS નહી પણ અલ કાયદાને લઈને હતુ. અમેરિકામાં 8 નવેમ્બર (ભારતના હિસાબે 9 નવેમ્બર)ના રોજ વોટિંગ થવાનુ છે. 
 
 ISIS એ કેવી રીતે આપી ધમકી 
 
મીડિયા રિપોર્ટ મુજબ આઈ.એસની ધમકીની માહિતી સાઈટ ઈંટેલિજેંસ ગ્રુપના ડાયરેક્ટર રિટ્ઝ કૈજે આપી છે. અમેરિકી છાપુ યૂએસએ ટુડે એ રિટ્ઝના હવાલાતી ધમકીના સમાચાર પબ્લિશ કર્યા. રિટ્ઝ મુજબ આઈ.એસ.ના મીડિયા સેંટર અલ હયાતે 7 પેજનો ધમકી ભરેલો લેટર રજુ કર્યો છે. જેમા કહેવામાં આવ્યુ છે કે અમેરિકી વોટરોને કત્લેઆમ કરવા અને તેમના બૈલટ બોક્સેસને બરબાદ કરવા આવી રહ્યા છીએ. 
 
રિટ્જે આઈ.એસના લેટરના આધારે કહ્યુ - આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આતંકી સંગઠન ચૂંટણીના દિવસે આપણા દેશ પર હુમલો કરવા માંગે છે.  આઈ.એસ.ઈ આ ધમકી ભરલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યુ છે કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સમાં મૂળભૂત રૂપે કોઈ અંતર નથી.  આના બધા નેતાઓ ઈસ્લામ અને મુસ્લિમ વિરોધી છે. લેટર સાથે ટ્રંપ અને કેટલાક લોકોના ફોટોઝ પણ છે.