શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બગદાદ. , ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (12:28 IST)

ISનો ભયાવહ ચેહરો - લગ્ન કરવાની ના પાડી તો 150 સ્ત્રીઓને મારી નાખી

ઈસ્લામિક સ્ટેટનો એક વધુ ખોફનાક ચેહરો સામે આવ્યો છે . આ વખતે આ આતંકી સંગઠનના નિશાના પર મહિલાઓ આવી. ઈરાકમાં 150 મહિલાઓને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા તેમને આ લડાકુઓ સાથે નિકાહ કરવાની ના પાડી દીધી હતી. 
 
તુર્કી મીડિયાના મુજબ ઈરાકના માનવાધિકાર મંત્રાલયે મંગળવારે આ વિશે નિવેદન રજુ કર્યુ. જેના મુજબ આઈએસના આતંકવાદી અબુ અનસ અલ-લીબીએ ઈરાકના અલ અનબાર શહેરમાં આ ઘટનાને અંજામ આપ્યો. આ આતંકીએ 150થી વધુ મહિલાઓને જેહાદ મેરેજ માટે દબાણ કર્યુ અને જ્યારે આ મહિલાઓએ ના પાડી તો તેમને મોતને ઘાટ ઉતાર્યા પછી તેમને ફલૂજામાં સામુહિક રૂપે દફનાવી દેવામાં આવી.  જેમાંથી અનેક મહિલાઓ પ્રેગનેંટ હતી. 
 
ઈસ્લામિક સ્ટેટના લડાકુઓ અલ-અનબાર શહેરના ઉત્તરી કસ્બા ઉલ-તાફામાં સેકડો પરિવારોને આ વિસ્તાર છોડવા માટે મજબૂર કર્યા. આ લોકોને મોતની ધમકી આપવામાં આવી હતી. આ આતંકવાદીઓએ ગયા મહિને આ પ્રાંતમાં રમાદી રાસ અલ-મા ગામમાં અલ બૂ નિમ્ર જનજાતિના 50 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. જેમા અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. આ જનજાતિના એક વડીલ વ્યક્તિએ જણાવ્યુ કે આતંકવાદીઓએ લોકોને એક લાઈનમાં ઉભા કરીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા.