બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (17:11 IST)

Video - અરે આ શું બકરો પણ દૂધ આપે છે..

ગાય ભેંસ બકરી દૂધ આપે છે  એ તો તમે સૌ જાણો છો પણ જો હુ કહુ કે બકરો પણ દૂધ આપે છે તો ? આ સાંભળીને તમે  આશ્ચર્યમાં પડી જશો. પણ આ સત્ય છે.  મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લાના ગોરેગાવ તાલુકામાં ગામ પિપરટોલામાં એક બકરો એવો પણ છે જે દૂધ આપી રહ્યો છે. આ બકરો પશુપાલક સતીશ કટરેનો છે.  
છેલ્લા કેટલાક વર્ષોથી સતીશ બકરી પાલનનો વ્યવસાય ક કરી રહ્યા છે...  
 
સતીશે થોડા મહિના પહેલા જ રેગિસ્તાનથી આવેલા મેંટી પાલકો પાસેથી એક બકરો ખરીદ્યો જે તોતાપુરી જાતિનો બતાવાય રહ્યો છે.  એક દિવસ આ બકરાને નવડાવવા દરમિયાન બકરાના સ્તનમાંથી દૂધ જેવી જ ધારા પ્રવાહિત થવા માંડી.. પહેલા જ દિવસે લગભગ 150 મિલી દૂધ નીકળ્યુ. આ મામલે ગોરેગાવ જીલ્લાના પશુચિકિત્સા અધિકારી ડો. પ્રકાશ ગંગાપારીને માહિતી આપવામાં આવી. ચિકિત્સકોએ બકરાના સ્વાસ્થ્યની તપાસ કરી....  
જેમા બતાવવામાં આવ્યુ કે બકરાને ગાનોકોમોસ્ટીયા નામની બીમારી છે અને બકરાના હાર્મોંસમાં ફેરફાર થવાથી બકરા દ્વારા દૂધ આપવાની વાત સામે આવી. બીજી બાજુ પહેલીવાર બકરો દૂધ આપવાની વાત સામે આવવાથી તેને જોવા લોકોની ભીડ પણ એકત્ર થવા માંડી... 
 
પશુ ચિકિત્સકોએ જણાવ્યુ કે આ બકરાની એકવાર ફરી વરિષ્ઠ ચિકિત્સક અધિકારીઓના માર્ગદર્શનમાં તપાસ કરી રિપોર્ટ મોકલવામાં આવશે.  જેના પર સંશોધન પણ કરવામાં આવશે. જેનો ખર્ચ પશુપાલન વિભાગ ઉઠાવશે.. આ બકરાની વિશે વધુ શોધ કરવા માટે તેને દત્તક લેવાની તૈયારી પશુપાલન વિભાગે બતાવી છે.