ફલાઈટમાં જુકરબર્ગની બહેન sexually harassmentનો શિકાર બની

randi zukerbarg
વોશિંગટન.| Last Modified શનિવાર, 2 ડિસેમ્બર 2017 (11:40 IST)

એયરલાઈંસ અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે માર્ક જુકરબર્ગની બહેન રૈડી જુકરબર્ગ સાથે અલાસ્કા એયરલાઈંસની ફ્લાઈટમાં sexually harassmentનો મામલો સામે આવ્યો છે.
એયરલાઈંસ તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તે આ મામલાની તપાસ કરી રહ્યા છે. બુધવારે રૈડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની સાથે થયેલ છેડતીની ઘટના વિશે જણાવ્યુ હતુ.
રૈડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની સાથે થયેલી છેડતીની ઘટના અંગે જણાવ્યું હતું. રૈડી લોસ એન્જલસથી મેક્સિકો જઇ રહી હતી. એરલાઇન્સને લખેલા પત્રમાં રૈડીએ લખ્યું કે, તે પોતાની પાસે બેસેલી એક વ્યક્તિથી અસહજતા અનુભવી રહી છે કારણ કે તે તેની પર અને ફર્સ્ટ ક્લાસમાં બેસેલી અન્ય વ્યક્તિ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. તે અન્ય મહિલાઓના શરીર પર અશ્લિલ કોમેન્ટ કરી રહ્યો હતો.
રૈડ ઝકબર્ગે લખ્યું કે, તેણે એક વિમાન કર્મચારીને તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમણે આ વાતને ધ્યાન પર લીધી નહોતી અને કહ્યું કે, આ વ્યક્તિ આ રૂટ પર યાત્રા કરતો રહ્યો છે. એરલાઇન્સે મને ફ્લાઇટના પાછળના ભાગે સીટ આપવાની ઓફર કરી હતી. એરલાઇન્સે તપાસના આદેશ આપ્યા છે.


આ પણ વાંચો :