બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઢાકા. , શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:12 IST)

પોલીસ મુઠભેડમાં ઢાકા અટેકનો માસ્ટરમાઈંડ તમીમ ચૌધરી ઠાર

બાંગ્લાદેશમાં ગયા મહિને એક કેફેમાં ભારતીય યુવતી સહિત 22 લોકોને નરસંહારના માસ્ટરમાઈંડ તમીમ ચૌધરી સહિત ચાર આતંકવાદીઓ ઠાર કર્યા છે. 
 
તમીમ ચૌધરી પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ(જેએમબી)નો ચીફ હતો. મળતી માહિતી મુજબ તેની ઓળખ પણ કરી લેવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ઢાકામાં 1 જુલાઈની રાત્રે એક કેફે પર 6 આતંકવાદીઓએ ફાયરિંગ કર્યુ હતુ. તેમા 22 વિદેશી માર્યા ગયા હતા. તેમા ભારતની પણ એક યુવતીનો સમાવેશ હતો. તેનુ નામ તારિષી જૈન હતુ અને તે 20 વર્ષની હતી.