ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (11:30 IST)

PM મોદીના પ્રવાસ પહેલા શરૂ થઈ મોદી એક્સપ્રેસ

બ્રિટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ જોરો પર છે. નવેમ્બરમાં થનારા આ પ્રવાસ પહેલા લંડનમાં મોદી એક્સપ્રેસ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. સર્વિસ બ્રિટનના ભારતીય સમુહના લોકોએ શરૂ કરી છે.  આ બસ સર્વિસ બ્રિટનના સમયમુજબ 10 ઓક્ટોબરના રોજ લોન્ચ થઈ હતી. આ બસો વેંબલેના લિટલ ઈંડિયા અને ટ્રૈફલગર સ્કવેયરથી ચાલશે. આ સર્વિસ હેઠળ 30 બસો ચલાવવામાં આવી છે. આ બધી ભારતીય સમુદાયની UKWelcomesModi નો પ્રથમ ભાગ છે. 
 
ભારત-બ્રિટનની મૈત્રીની મિસાલ છે મોદી એક્સપ્રેસ 
 
બસ સર્વિસના ઓર્ગેનાઈઝર લોર્ડ પોપટે કહ્યુ કે ભારત અને બ્રિટનના લોકો સાથે આવવાની મિસાલ છે. હુ આ જોઈને ઉત્સાહિત છુ કે બે સમુહના લોકો પીએમ મોદીની આ યાત્રા માટે નિકટ આવી રહ્યા છે. 
 
સાંસદ પણ ઉત્સાહિત 
 
મોદી એક્સપ્રેસને લઈને બ્રિટિશ સાંસદ કીથ વાઝ પણ ઉત્સાહિત છે. વાજે લોકોને મોદી એક્સપ્રેસમાં બેસવાની અપીલ કરતા કહ્યુ કે જો તમે તમારુ ઑયસ્ટર કાર્ડ ઘરે ભૂલી પણ ગયા છો તો કોઈ વાંધો નહી. તમે ક્યાય પણ રહો મોદી એક્સપ્રેસમાં બેસવા માટે મોદી કાર્ડ તો છે ને. 
 
આ છે મોદીનો કાર્યક્રમ 
 
પીએમ મોદી 12થી 14 નવેમ્બર સુધી બ્રિટનના પ્રવાસ પર રહેશે.  આ દરમિયાન તે વેંબલે સ્ટેડિયમમાં લગભગ 70,000 ભારતીયોને પણ સંબોધિત કરશે. ત્યારબાદ 15-16 નવેમ્બરના રોજ તુર્કીમાં થનારા જી-20 સંમેલનમાં ભાગ લેશે.