બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2015 (14:02 IST)

વેંકુવરમાં બોલ્યા મોદી, હિન્દુત્વ એક ધર્મ નહી જીવનશૈલી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કનાડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર સાથે એક ગુરૂદ્વારે અને એક મંદિરમાં ગયા અને કહ્યુ કે હિંદુવાદ એક ધર્મ નહી પણ એક જીવનશૈલી છે.  ટોરંટોથી અહી પહોંચેલ મોદી અને હાર્પર સીધા ગુરૂદ્વરા ગયા. જ્યા તેમણે પ્રાર્થના સભામાં ભાગ લીધો. તેમણે સરોપા ભેટ કરવામાં આવ્યો. 
 
ગુરૂદ્વારામાં હાજર લોકોને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કનાડામાં વસેલા સિખોએ અહી પોતાના કામ દ્વારા ભારત માટે સન્માન 
મેળવ્યુ છે. તેમણે ગુરૂ નાનકની શિક્ષાઓ અને શહીદ ભગત સિંહ સહિત ભારતના સ્વતંત્રતા સંગ્રામમા સિખોની ભૂમિકા વિશે વાત કરી.  
મોદીએ આ વાતને રેખાંકિત કરી કે કેવી રીતે સિખોએ બલિદાન કર્યુ અને આ સંદર્ભમાં તેમણે માનવતા માટે કામ કરવાની જરૂર પર જોર આપ્યુ. ત્યારબાદ મોદી અને હાર્પર લક્ષ્મી નારાયણ મંદિર ગયા. જ્યા તેમણે એકવાર ફરી કનાડામાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી. 
 
મોદીએ એ વાતને રેખાંકિત કરી કે કેવી રીતે સિખોએ બલિદાન આપ્યુ અને આ સંદર્ભમાં તેમણે માનવતા માટે કામ કરવાની જરૂરિયાત પર બળ આપ્યુ. ત્યારબાદ મોદી અને હાર્પર લક્ષ્મી નારાયણ મંદિર ગયા જ્યા તેમણે એકવાર ફરી કનાડામાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી. તેમણે હિન્દુ ધર્મ દ્વારા માનવતા માટે કામ કરવાની જરૂરિયાત બતાવી. 
 
મોદીએ કહ્યુ કે ભારતમાં ઉચ્ચતમ ન્યાયાલયે હિન્દુ ધર્મની મોટી સુંદર પરિભાષા આપી છે.  હાઈકોર્ટે કહ્યુ કે હિન્દુ ધર્મ કોઈ ધર્મ નથી પણ એક જીવનશૈલી છે.   હુ સમજુ છુ કે ઉચ્ચ ન્યાયાલયની પરિભાષા રસ્તો બતાવે છે. તેમણે કહ્યુ કે હિન્દુ ધર્મએ વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ દ્વારા વન્યજીવો સહિત પ્રકૃતિના લાભ માટે કામ કર્યુ છે.  તેમણે કહ્યુ, આ જીવનની નાની સમસ્યાઓના સમાધાનનો રસ્તો બતાવી શકે છે.