બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 2 માર્ચ 2015 (15:32 IST)

પાકિસ્તાન જેલમાં લશ્કર પ્રમુખ જકી-ઉર-રહેમાન લખવીની આલિશાન ઓફિસ

પાકિસ્તાન સરકારના ચરમપંથીયો વિરુદ્ધ સખત કાર્યવાહીના દાવા વચ્ચે દેશના સૌથી ચર્ચિત કેદીઓમાંથી એક જકી-ઉર-રહેમાન લખવી તમામ એશો આરામ સાથે જેલમાં રહી  રહ્યો છે.  ભારત સરકાર લખવીને 2008ના મુંબઈ હુમલાના પ્રમુખ ષડયંત્રકર્તા માને છે. 
 
રાવલપિંડીની વિશાળ જેલ અદ્દયાલામાં જેલરના કાર્યલયની બિલકુલ નિકટ લખવી અને તેના છ મિત્રોના અનેક રૂમ છે. 
જેલરે ટેલીવિઝન, મોબાઈલ ફોન, ઈંટરનેટ અને દિવસભરમાં અનેક લોકો સાથે મુલાકાતની મંજુરી આપી રાખી છે.  એક જેલ અધિકારી મુજબ લખવી કોઈ પણ સમયે રાત દિવસ અને અઠવાડિયાના સાતે દિવસ કેટલા પણ મહેમાનોને મળી શકે છે. 
 
પેશાવર હુમલો અને જામીન 
 
વિશ્વના કોઈપણ ભાગમાં તેની કલ્પના પણ નથી કરી શકાતી. પણ પાકિસ્તાની શાસનમાં કેટલાક તત્વો જેલમાં રહી રહેલ એવા ચરમપંથી કમાંડરોને ખાસ સુવિદ્યાઓ આપે છે જેમના વિશે તેમને લાગે છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મામલા પર તેમની જરૂર પડી શકે છે. 
 
ડિસેમ્બર 2008 માં ભારતે  લખવીને મુંબઈ (નવેમ્બર 2008ના) હુમલામાં મુખ્ય ગુનેગાર જાહેર કર્યો હતો. જેના ચાર દિવસ પછી સાત ડિસેમ્બર 2008ના રોજ પાકિસ્તાનમાં લખવીની ધરપકડ કરવામાં આવી.  મુંબઈમાં 10 બંદૂકધારીયોએ બે ભવ્ય હોટલો એક રેલવે  સ્ટેશન, એક હોસ્પિટલ એક યહુદી સાંસ્કૃતિક કેન્દ્ર અને કેટલાક અન્ય સ્થાનો પર હુમલો કરી 160થી વધુ લોકોને મારી નાખ્યા હતા. 
એવુ માનવામાં આવે છે કે લખવીને પાકિસ્તાન સ્થિત ચરમપંથી ગૂટ લશ્કર-એ-તૈયબા(એલઈટી) ના પ્રશિક્ષણ શિબિરમાંથી ધરપકદ કરવામાં આવી. લશ્કર પર આરોપ છે કે તેણે ભારત તરફના કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો વિરુદ્ધ જંગ છેડી રાખી છે. તેના લગભગ છ વર્ષ પછી લખવી એકવાર ફરી ચર્ચામાં આવ્યો જ્યારે મુંબઈ હત્યાકાંડની તપાસ કરી રહેલ એક આતંકવાદ નિરોધી કોર્ટે તેને જામીન પર છોડવાનો આદેશ આપ્યો. 
 
પાકિસ્તાનના પેશાવરમાં એક શાળા પર (16 ડિસેમ્બર 2014મા) આતંકવાદી હુમલો અને ત્યારબાદ પાકિસ્તાનની સરકાર અને સેનાના દરેક પ્રકારના આતંકવાદના અંત માટે સંયુક્ત અભિયાન  ચલાવવાની માંગ કરવાના માત્ર એક દિવસ પછી જ લખવીને છોડવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો.  એવુ લાગી રહ્યુ છેકે લખવીની જામીને આ અભિયાન પર સવાલ ઉઠાવી દીધો છે. 
 
પાકિસ્તાન પર હંમેશાથી ભારત અને અફગાનિસ્તાન પોતાના ભૂ-સામરિક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે આવા ધાર્મિક અને ચરમપંથી સમૂહોને બનાવવા અને તેમને આશરો આપવાના આરોપ લગાવતુ આવ્યુ છે.  જો કે આવા અનેક સંગઠનો પર પાકિસ્તાન વિરુદ્ધ પણ જંગ છેડવાની વાતો થતી રહી છે. લશ્કર પણ આવો જ એક સમુહ છે. 
 
કેવી રીતે બન્યો  લશ્કરનો  સભ્ય  
 
કહેવાય છે કે લખવી એલઈટીના સંસ્થાપક હાફિઝ સઈદના નિકટનો  સંબંધી છે.  55 વર્ષીય લખવીનો જન્મ પાકિસ્તાનના પંજાબ શહેરના ઓંકારા જીલ્લામાં થયો હતો. આ જ મુંબઈ હુમલામાં જીવીત પકડાયેલા એકમાત્ર હુમલાવર અજમલ કસાબનો  પણ જીલ્લો છે. વર્ષ 1990માં તે મધ્ય પૂર્વના પૈસાથી ચાલનારી એક સલાફી અભિયાન, જમાત અહલ-એ-હદીથ(જેએએચ) માં જોડાયો હતો. પછી તે જમાતની હથિયારબંધ ચરમપંથી શાખા એલઈટીના સભ્ય બની ગયો.  
 
વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલા પછી પાકિસ્તાન સરકારે એલઈટી પર પ્રતિબંધ લગાવ્યો તો સઈદે જમાત ઉદ દાવા (જેયુડી)ની રચના કરી. જેને એક ઈસ્લામિક ચેરિટી બતાવાઈ રહી છે.  અનેક લોકોને લાગે છે કે જેયુડી, એલઈટીના નાગરિકનો એકમાત્ર ચેહરો છે. 
 
1990ના દસકામાં લખવીએ પંજાબના મુરિદકેના નિકટના એલઈટીના મુખ્યાલયમાં કામ કર્યુ જ્યા જેયુડીનુ પણ મુખ્યાલય હતુ. આ દરમિયાન તે સતત જંગમાં જોડાયેલ રહ્યો. ભારતીય સુરક્ષા બળો મુજબ પછી ભારત પ્રશાસિત કાશ્મીરમાં યુદ્ધ અભિયાનોની યોજના બનવા લાગી. 
 
90ના દસકાના અંત સુધી તે એલઈટીના ઓપરેશનનો હેડ બની ગયો હતો. 
 
લખવી અને અન્ય છ પર મામલો મુંબઈ હુમલાના પ્રકરણમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પુરાવાના આધાર પર નોંધાયો.
 
આ પુરાવામાં અજમલ કસાબના કબૂલનામાની સથે જ સેટેલાઈટ ફોનનો ડેટા પણ હતો જેને ભારતીય તપાસ એજંસીઓએ એ નાવડીમાંથી જપ્ત કર્યો હતો. જેનું  હુમલાવરોએ કરાંચીથી મુંબઈના રસ્તેથી અપહરણ કર્યુ હતુ. 
 
ભારતીય અધિકારીઓ મુજબ લખવીએ હુમલાવરો સાથે યાત્રા દરમિયાન વાત કરી હતી અને શક્યત હુમલા દરમિયાન પણ તેના સંપર્કમાં હતો. 
 
તેણે કહ્યુ કે કસાબે લખવીને ઓળખી લીધો હતો અને કહ્યુ હતુ કે તેણે હુમલા વિશે બતાવવામાં મદદ કરી હતી. પણ ત્યારબાદ બતાવેલ બે વાતોના આધારે લખવીને જામીન મળી ગઈ. 
 
જેલમાં પણ સક્રિય 
 
વર્ષ 2012માં ભારતે પાકિસ્તાનના ન્યાયિક આયોગને મુંબઈમાં કસાબ સાથે વાતચીત કરવાની અરજીને ફગાવી દીધી. ત્યારબાદ સરકારી પક્ષના એક સાક્ષી જે એક પ્રાથમિક શિક્ષક હતા અને જેમણે કસાબને બાળપણમાં ભણાવ્યો હતો તે પોતાના નિવેદન પરથી પલટી ગયો અને કહ્યુ કે કસાબ જીવતો છે અને તેણે તેમણે જોયો છે. લખવીના વકીલે એ શિક્ષકના નિવેદનની મદદ લીધી અને કહ્યુ કે આ એક ષડયંત્ર છે જે આંતરરાષ્ટ્રીય દબાણમાં ગઢવામાં આવ્યુ છે.  પાકિસ્તાનમા અનેક લોકો માને છે કે લખવીને શરૂઆતમાં એ માટે પકડવામાં આવ્યો કારણ કે કસાબના પુરાવા ખૂબ ઘાતક હતા.  વિશ્લેષકોનુ કહેવુ છેકે તોફાન થમી ગયા પછી પાકિસ્તાની શાસન પોતાની મૂળ ભૂમિકામાં આવી ગયુ અને એલઈટી સાથે એક સહયોગી જેવો વ્યવ્હાર કરવા લાગ્યુ. 
 
હાલ લખવીને જામીનનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો અને ભારતીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના આ નિર્ણયને બદલવા માટે પગલા ઉઠાવવા માટે કહ્યુ. 
 
અમેરિકી ચીની થયા નારાજ 
 
અધિકારીઓનુ કહેવુ છે કે આનાથી અમેરિકા અને ચીનમા પણ નારાજગી જોવા મળી હતી. કારણ કે લખવીની મુક્તિથી એક મોટો વિવાદ ઉભો થવાની આશંકા હતી.  પાકિસ્તાની સરકારે કાયદા વ્યવસ્થાને કાયમ રાખવા કાયદા હેઠળ લખવીને ધરપકડ હેઠળ રાખી અને તેની જામીનને ઉપરી કોર્ટમાં પડકાર આપીને મામલો ઠંડો કરવાની કોશિશ કરી રહી છે. 
 
પણ લખવી સુધી લોકોની બેરોકટોક અવરજવર.. મોબાઈલ ફોનનો ઉપયોગ અને ઈંટરનેટ પહોંચને કારણે તે એલઈટીમાં પોતાની ભૂમિકા સક્રિયતાથી ભજવી રહ્યો છે. 
 
એક જેલ અધિકારીએ કહ્યુ કે લખવીની ધરપકડ પછી એલઈટીના રોજબરોજના કામ એક કામચલાઉ અધ્યક્ષ અહમદ જોઈ રહ્યો છે અને લખવી આજે પણ આ જૂથના ઓપરેશન ચીફ છે. 
 
તેણે કહ્યુ ... સરેરાશ રોજ તેને 100 લોકો મળવા આવે છે. તેમને તેમના એક પર્સનલ રૂમ સુધી લઈ જવામાં આવે છે. જ્યા તેઓ ગાર્ડસની દેખરેખ વગર પરસ્પર વાત કરી શકે છે અને જ્યા સુધી રોકાવવુ હોય ત્યા સુધી રોકાય શકે છે.  

સૌજન્ય બીબીસી સમાચાર