#Modiiniisrael - ઈસરાયેલમાં ફૂલનુ નામ પડ્યુ 'મોદી', નેતન્યાહૂએ હિન્દીમાં કર્યુ સ્વાગત

યેરૂશલેમ :, બુધવાર, 5 જુલાઈ 2017 (10:37 IST)

Widgets Magazine

 પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેલ અવીવ એયરપોર્ટ પહોંચ્યાં હતા,  જ્યાં તેમનું ઈઝરાઈલના પીએમ બેંઝામિન નેતન્યાહૂએ તોડીને પીએમ મોદીનું  સ્વાગત કર્યું હતું. પીએમના પહોંચાતા ઈઝરાઈલના પીએમે તેમને ગળે મળ્યા હતા અને ત્યારબાદ બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. પીએમ બેંઝામિને હાથ જોડીને હિંદીમાં કહ્યું, ‘આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત.’ સ્થાનિક નાગરિકોમાં પણ મોદીનાં પ્રવાસ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 
રિટ્ઝે વધુમાં જણાવ્યું હતું કે હોટલને બોમ્બથી ફૂંકી મારવામાં આવે તો પણ મોદીના સ્યૂટનો વાળ પણ વાંકો નહીં થાય. મોદી અને ભારતીય પ્રતિનિધિમંડળના રોકાણ માટે હોટલના 110 રૂમ ખાલી કરાવાયા છે. અમે આ શતાબ્દીના અમેરિકાના બધા જ પ્રમુખોની મહેમાનગતિ કરી છે. ક્લિન્ટન, ઓબામાથી લઈ થોડાક જ અઠવાડિયા અગાઉ ટ્રમ્પ સુધીના પ્રમુખો અહીંયા જ રોકાયા હતાં. અમે હવે મોદીની યજમાની કરી રહ્યા છીએ. 
 
ભારતીય વડાપ્રધાન મોદી શાકાહારી હોવાથી તેમના રૂમમાં રખાયેલી કુકીઝ પણ એગ્લેસ અને શુગરલેસ છે. આટલું જ નહીં હોટલના રૂમમાં મુકાયેલી ફુલદાનીઓમાં પણ ભારતીય પ્રતિનિધિમંડળની પસંદગીનો ખ્યાલ રખાયો છે. તેમાં અલગ કિચનની પણ વ્યવસ્થા કરાઈ છે. કારણ કે વિશિષ્ટ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી કોઈ ડીશ માટે તાકિદની માગણી કરે તો તેની તાત્કાલિક વ્યવસ્થા થઈ શકે. શેલ્ડને જણાવ્યું હતું કે મને લાગે છે કે તેઓ ગુજરાતી ભોજન જમે છે.
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આ ઐતિહાસિક યાત્રા પર સમગ્ર વિશ્વની નજર છે. આ કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ ઈઝરાઈલ યાત્રા છે. મોદીના આ પ્રવાસ દરમિયાન ઈઝરાઈલ સાથે 17 હજાર કરોડનો રક્ષા કરાર થવાની સંભાવનાઓ છે.
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંગળવારે ઈઝરાયેલની ધરતી પર કદમ રાખશે, ત્યારે બન્ને દેશોના સંબંધોમાં નવો અધ્યાય જોડાઈ જશે. પ્રધાનમંત્રીના ત્રણ દિવસીય ઈઝરાયેલના પ્રવાસમાં કૃષિ, જલ પ્રબંધન, ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ જેવા ક્ષેત્રો પર વાતચીત થઈ શકે છે.
 
વર્ષ 2017 બન્ને દેશોની વચ્ચે કૂટનીતિંક સંબંધોનું 25મું વર્ષ છે. ભારતના કોઈ પ્રધાનમંત્રીનો ઈઝરાયેલ પહેલો પ્રવાસ હશે. વર્ષ 1992માં બન્ને દેશોના વચ્ચે કૂટનીતિક સંબંધ સ્થાપિત થયા પછ ઓક્ટોબર 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈઝરાયેલના પ્રવાસે જનાર પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
 
પીએમ મોદી કૃષિ ફોર્મનું મુલાકાત કરશે અને તેના  પછી બેંજામિન નેતાન્યાહૂની સાથે ડિનર કરશે. બુધવારે 5 જુલાઈએ ભારતીય સમાયનુસાર 1 વાગે રાષ્ટ્રપતિની સાથે બેઠક કરશે. તેના 2 કલાક પછ નેતન્યાહૂન સાથે વાતચીત  કરશે અને બન્ને નેતા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
 
ઈસરાયેલમાં ગુલદાઉદીના ફુલનુ નામ મોદી પડ્યુ
 
ઈસરાયેલમાં ગુલદાઉદી ફૂલની એક જાતિનુ નામકરણ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર મોદી રાખવામાં આવ્યુ છે. મોદીને મંગળવારે આ ફુલનો પ્રથમ ગુલદસ્તો ભેટ કરવામાં આવ્યો. પીએમ મોદીએ ઈઝરાયેલ પીએમ બેંજામિન નેતન્યાહૂની સાથે મિશહસાર હાશિબામાં દાંજિગેર (દાન) ફૂલોના ફાર્મનો પ્રવાસ કર્યો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Viral Video - આ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખાવાની લત લાગી ગઈ છે

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ...

news

Viral Video - ચાલતી બસમાં નેતાજીએ બનાવ્યા શારીરિક સંબંધ

મહારાષ્ટ્રના ગડચિરૌલી જીલ્લાના ચંદ્રપુર વિસ્તારમાં ભાજપા નેતા રવિન્દ્ર બાવનથડેનો સોશિયલ ...

news

PM in Israel - પીએમના ઈઝરાયેલ પ્રવાસ પર ત્યાના છાપાનું હેડિંગ - "જાગો દુનિયાના સૌથી મહત્વના PM આવી રહ્યા છે"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી ...

news

પોતાના પ્રેમી/પ્રેમિકાને હંમેશા બાંધી રાખવા માટે અપનાવો આ 3 ટોટકા

મોટાભાગના લોકો પોતાને માટે એક જીવનસાથીની શોધ તો કરી લે છે પણ એ સંબંધોને પોતાના બનાવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine