શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (23:10 IST)

પ્રોસ્‍ટિટયુટ સાથે સેક્સ કરવા દરમિયાન પુરૂષનું મોત

ચાઇનીઝ વિડિયો શેરિંગ સાઇટ મિઆઓપાઇ પર પહેલી વાર અને પછીLiveleak.com પર અપલોડ થયેલી એક કિલપ જબરદસ્‍ત વાઇરલ થઇ છે. એમાં લગભગ ૫૩ વર્ષના પુરૂષને તેના ઘરમાંથી સ્‍ટ્રેચર પર બહાર લઇ જવાઇ રહ્યો છે. વિડિયો સાથે વહેતી થયેલી વાતને સાચી માનીએ તો પુરૂષ પર ઓઢાડાયેલા બ્‍લેન્‍કેટની અંદર પ્રોસ્‍ટિટયુટ છે. જ્‍યારે આ પુરૂષ પ્રોસ્‍ટિટયુટ સાથે અંતરંગ પળો માણી રહ્યો હતો એ જ વખતે પુરૂષનું મોત થયેલું.સ્ત્રી ઉપરની તરફ હતી અને એ જ વખતે પેનિસ કેપ્‍ટિવસ નામની મેડીકલ સ્‍થિતિ પેદા થતાં પુરૂષનું અંગ પ્રોસ્‍ટિટયુટના પ્રાઇવેટ પાર્ટમાં લોક થઇ ગયું. આવી સ્‍થિતિ પશુઓમાં ઘણી વાર જોવા મળે છે, પણ માનવોમાં ભાગ્‍યે જ બને છે. આવી સ્‍થિતિ મોટા ભાગે થોડી સેકન્‍ડ માટે જ ટકે છે, પણ આ વિડિયો સાથે રજૂ થયેલી વાતમાં એવું કહેવાઇ રહ્યું છે કે ઉપર રહેલી પ્રોસ્‍ટિટયુટ સહિત મૃત પુરૂષને છેક હોસ્‍પિટલ પહોંચાડવામાં આવ્‍યો ત્‍યાં સુધી પ્રાઇવેટ પાર્ટ્‌સ લોક થયેલા હતા. આ ઘટના ચીનની હોવાનું મનાય છે અને એક દિવસમાં ૧૩૭૦૦૦ વખત વિડિયો જોવાઇ ચૂક્‍યો છે