ચિલીના જંગલોમાં લાગેલી આગથી બરબાદ થયુ શહેર, લગભગ 1000 ઘર બળીને ખાક

સૈનટિયાગો., શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (11:40 IST)

Widgets Magazine

 ચિલીના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધીની સૌથી ભયાનક આગમાં બળીને ખાખ થઈ ગયો છે અને મૃતકોની સંખ્યા વધીને 10 સુધી પહોચી ગઈ છે. આ આગ નવેમ્બરથી લાગી છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે ચિલીની રાજધાનીથી 360 કિલોમીટર દક્ષિણમાં સ્થિત આ શહેરમાં પોસ્ટઓફિસ, એક પ્લે સ્કૂલ અને લગભગ એક હજાર મકાન બળીને ખાક થઈ ગયા. બળી ચુકેલી શહેરના અવશેષોમાં એક  વ્યક્તિની લાશ પણ જપ્ત કરી છે. લગભગ છ હજાર રહેવાસી સુરક્ષિત રૂપે શહેર છોડીને જઈ ચુક્યા છે. મૃતક વ્યક્તિની ઓળખ થઈ નથી. પડોસી તટીય શહેર કૉન્સ્ટીટ્યૂશિયનના મેયર કાર્લોસ વૈલેજુએલાએ કહ્યુ, "આ ભયની અત્યાધિક ગંભીર સ્થિતિ, ક્યારેય ખતમ ન થનારુ એક ખરાબ સપનુ છે. બધુ જ બળી ગયુ છે." 
 
કૉન્સેપ્સિયન શહેરની ગવર્નર એંડ્રિયા મુનોજે ગઈકાલે જણાવ્યુ કે સૈંટા ઓલ્ગાથી લગભગ 140 કિલોમીટર દક્ષિણમાં આગમાં બળી ચુકેલ એક મકાનથી એક અન્ય લાશ જપ્ત કરવામાં આવી. અધિકારીઓએ પછી જણાવ્યુ કે પાણીના એક ટેંકરના પલટી જવાથી એક બંબાવાળાનુ પણ મોત થઈ ગયુ. આગને કાબૂમાં કરવામાં લાગેલા ડઝનો આગ ઓલવનારા કર્મચારીઓએ એક પરિવારને બચાવવા દરમિયાન પોતાના એક સહયોગીને ભીની આંખોએ શ્રદ્ધાંજલિ આપી. બે પોલીસ અધિકારીઓનુ પણ મોત થઈ ગયુ. ઝડપથી ફેલાય રહેલી આગમાં લગભગ 3,85,000 એકર જંગલ બળી ચુક્યુ છે. મધ્ય અને દક્ષિણી ચિલીમાં પ્રચંડ આગ લાગી છે.  ઝડપી હવા, ગરમી અને લાંબા સમયથી પડેલ દુકાળના કારણે આગ ફેલાય રહી છે. આગ પર કાબૂ મેળવવામાં મદદ માટે અમેરિકાથી બોઈંગ 747-400 સુપર ટૈંકર ચિલી પહોંચી ગઈ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દુનિયાના આઠ શકિતશાકી રાષ્ટ્રમાં ભારતને મળ્યુ છઠ્ઠુ સ્થાન, મોદીના પણ થયા વખાણ

વર્ષ 2017 માટે આઠ શક્તિશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારતને છઠ્ઠુ સ્થાન મળ્યુ છે. અમેરિકાની ...

news

બનાસકાંઠામાં દાડમની ખેતી કરતા દિવ્યાંગ ખેડૂત ગેના પટેલને પદ્મશ્રી

કેન્દ્ર સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના એક ખેડૂતને ...

news

શાહરૂખની રઈસનો ગુજરાતમાં ભારે વિરોધ, પોસ્ટરો સળગાવાયાં

‘રઈસ’ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરૂખ સાથે લીડ રોલમાં હોવાથી આ ફિલ્મનો ...

news

પદ્મ પુરસ્કારોનુ એલાન - વિરાટ, સાક્ષી સાથે ગુમનામીમાં કામ કરનારાઓને પણ મળ્યા પુરસ્કાર

સરકારે બુધવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમા પદ્મશ્રી મેળવનારા મુખ્ય લોકોમાં વિરાટ ...

Widgets Magazine