શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :પેશાવર. , બુધવાર, 17 ડિસેમ્બર 2014 (10:14 IST)

પાકિસ્તાન આતંકી હુમલામાં 132 બાળકોના મોત, 245થી વધુ ઘાયલ, 7 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાનના પેશાવરમાં એક આર્મી સ્કુલમાં મંગળવારે બપોરે એક આતંકી હુમલામાં મરનારાઓની સંખ્યા 141 સુધી પહોંચી ગઈ છે. મરનારાઓમાં 132થી વધુ બાળકો છે. જ્યારે કે 9 શાળાના સ્ટાફના લોકો હતા. ઘાયલોની સંખ્યા 245થી વધુ છે. 
 
મંગળવારે સવારે સાત આતંકવાદી સિક્યોરિટી ફોર્સની વર્દીમાં આર્મી શાળામાં ઘુસી ગયા હતા. આતંકવાદીઓએ શાળામાં ઘુસતા પહેલા બહાર ઉભેલી ગાડીઓને પોતાનુ નિશાન બનાવ્યુ. જ્યારે કે ફાયરિંગ અને ધમાકાઓને કારણે શાળાની ઈમારતને ભારે નુકશાન થયુ છે. આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યુ કે સ્કુલથી લગભગ 960 લોકોને કાઢી લેવામાં આવ્યા છે. 
 
ઘટના પછી મંગળવારે મોડી સાંજે પીએમ મોદીએ નવાઝ શરીફ સાથે ફોન પર વાત કરી દુખ વ્યક્ત કર્યુ. મોદીએ ટ્વિટર પર કહ્યુ કે બુધવારે ભારતની બધી શાળાઓમાં 2 મિનિટનુ મૌન રાખી પાકિસ્તાનમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મોદીએ કહ્ય કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પાકિસ્તાન સાથે છે. સેનાએ જણાવ્યુ કે આતંકવાદીઓ હજુ વધુ નુકશાન પહોંચાડવા માંગતા હતા. તેમની પાસે અનેક દિવસો સુધી હુમલા કરવા માટે હથિયાર હતા. 
 
 
09:20 PM- પાકિસ્તાનના શાળામાં આતંકી હુમલામા& 141 ના મોત. 245 લોકો ઘાયલ 
08:00 PM-અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પેશાવર હુમલાની નિંદા કરી વ્હઈટ હાઉસની તરફતી આ બાબત એક નિવેદન દ્વારા રજુ કરવામાં આવી. 
05:45 PM-પીએમ નવાઝ શરીફે બધી પાર્ટીઓની તત્કાલિન બેઠક બોલાવી 
05:40 PM-જિયો ચેનલ મુજબ મરનારાઓની સંખ્યા 132 પહોંચી 
05:20 PM-પાકિસ્તાની હુમલામાં અત્યાર સુધી 6 આતંકવાદીઓ માર્યા ગયા. 
05:15 PM-પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન હુમલા પર દુખ વ્યક્ત કર્યુ. 
3:40 PM- ટીટીપીએ નિવેદનમાં કહ્યુ કે શાળા પર હુમલો એ માટે કર્યો કે સેના અમારા પરિવાર પર હુમલો કરે છે અમે ઈચ્છીએ છીએ કે સેના એ દર્દનો અનુભવ કરે. 
03:20 PM- મરનારા બાળકોની સંખ્યા વધીને 104 થઈ. કુલ 108 લોકો માર્યા ગયા. 
03:10 PM- ચાર આતંકવાદી માર્યા ગયા.. એક હજુ પણ શાળાની અંદર 
2:55 PM- પાકિસ્તાની પ્રધાનમંત્રી પેશાવર રવાના થયા 
02:50 PM- અત્યાર સુધી 84 બાળકો સહિત 104 લોકોના મોત 
02:50 PM- ખૈબર પ્રાંતમાં 3 દિવસનો જાહેર શોક 
02:42 PM- દુનિયા ટીવી મુજબ હુમલાવરમાં 100ના મોત 
02:34 PM- હુમલામાં ઘાયલોની સંખ્યા વધીને 45 થઈ 
02:23 PM- આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયાર 
02:20 PM- શાળા નુ જૂનિયર સેક્શન ખાલી કરાવાયુ 
02:10 PM- હુમલામાં મરનારાઓની સંખ્યા વધી 
02:02 PM- ગોળીબાર અને ધમાકાઓને કારણે બિલ્ડિંગને ભારે નુકશાન 
02:00 PM- શાળામાં 25થી વધુ એબુલેંસ ગોઠવાઈ 
01:55 PM- હોસ્પિટલે બતાવ્યુ. હુમલામાં માર્યો ગયેલો યુવાન પાકિસ્તાની પારામિલિટ્રી ફોર્સનો 
01:52 PM- ઈમરાન ખાને સીએમ પરવેઝ ખટ્ટૅક સાથે  ફોન પર વાત કરી. ઘટના સ્થળ પર જવાનુ કહ્યુ. 
01:50 PM- ખૈબર પખ્તનખ્વામાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફની સરકાર છે 
01:40 PM- આર્મીએ લગભગ 1000 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા 
01:40 PM- 20 બાળકો સહિત 21ના મોત 
01:34 PM- હુમલામાં 17 બાળકો અને 1 શિક્ષકનુ મોત 
01:30 PM- આત્મઘાતી હુમલાવરે ખુદને બોમ્બથી ઉડાવ્યો 
01:20 PM- 11 બાળકો અને 2 શિક્ષકોનું મોત 
01:17 PM- હુમલામાં એક સિપાઈનુ પણ મોત 
01:14 PM- તહરીકા-એ-તાલિબાને હુમલાને ઓપરેશન જર્બ-એ-અજ્બ અને ઓપરેશન ખૈબર-1નો બદલો બતાવ્યો 
01:13 PM- લેડી રિંડિગ  હોસ્પિટલે જણાવ્યુ કે છ બાળકોની હાલત ચિંતાજનક છે 
01:13 PM- લેડી રીંડીગ હોસ્પિટલે 3 બાળકોના મોતની ચોખવટ કરી છે.  
01:12 PM- શાળાની બહાર આગ ફેલાતા જ શિક્ષકોએ બાળકોને માથુ નમાવીને બેસવાની સલાહ આપી. 
01:12 PM- ઈમરાન  ખાને ઘટનાની નિંદા કરી 
01:10 PM- શાળામાં 9માં અને દસમા ધોરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. 
01:07 PM- શાળામાં ઘુસતા પહેલા આતંકવાદીઓએ બહાર ઉભેલી ગાડીઓને આગ લગાવી 
01:04 PM- આતંકી હુમલામાં ચાર બાળકોના મોત. ચારેયની વય 9-14 વર્ષની વચ્ચે. 
01:03 PM- નવાજ શરીફે ઘટનાની નિંદા કરી 
01:02 PM- ઘાયલોની સંખ્યા વધીને 30 થઈ 
12:59 PM- લેડી રીડિંગ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. 
12:55 PM- પેશાવરની હોસ્પિટલોમાં ઈમરજંસી જાહેર 

 


 
 પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક આર્મી શાળામાં આતંકી હુમલો થઈ ગયો છે. શાળામાં લગભગ 6-8 આતંકવાદીઓ ઘુસી ગયા છે. આતંકી સેનાની વર્દી પહેરીને શાળામાં પહોંચ્યા હતા અને અંદર પહોંચતા જ ગોળીબાર શરૂ દીધો. આ હુમલામાં પાંચ બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. સ્કુલને ચારેબાજુથી સુરક્ષા બળે ઘેરી લીધુ છે. આ હુમલાની આતંકી સંગઠન તહરીક-એ-તાલીબાને જવાબદારી લીધી છે. ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હાલ સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલુ છે.