ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (23:39 IST)

ISIS સાથે સંબંધ ધરાવતા ત્રણ ભારતીયોને અખાતી દેશમાંથી દેશનિકાલ

સિરિયા અને ઇરાકમાં મોટા પાયે સક્રિય આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંબંધ ધરાવતા ત્રણ ભારતીયોને અખાતી દેશમાંથી દેશનિકાલ કરવામાં આવ્‍યા છે. આઈએસ સાથે સંબંધ ધરાવનાર ભારતીયોને પરત મોકલી દેવામાં આવતા હવે દેશમાં આવ્‍યા બાદ તેમની આકરી પુછપરછ હાથ ધરવામાં આવનાર છે. એનઆઈએના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ગુરુવારે મોડી રાત્રે અખાતમાંતી તેમને દેશ નિકાલ કરી દેવામાં આવ્‍યા હતા. ભારત અને વિદેશમાં ભારતીયોની ભરતી કરવા, તેમને તાલીમ આપવા જેવી ગતિવિધિઓમાં આ લોકો સામેલ હતા. ત્રાસવાદી હુમલા માટે કાવતરા ધડવા માટે આ લોકો સક્રિય થયેલા હતા. દેશનિકાલ કરવામાં આવેલા તમામ ભારતીયોની પુછપરછ કરવામાં આવી રહી છે. દેશનિકાલ કરવામાં આવેલા ભારતીયોની ઓળખ શેખ અઝહર અલ ઇસ્‍લામ અબ્‍દુલ સત્તાર શેખ, મોહમ્‍મદ ફરહાન રાફીક શૈખ અને અદનાન હુસૈન તરીકે થઇ છે. આ લોકો ઇસ્‍લામિક સ્‍ટેટના અબુધાબી મોડયુઅલ સાથે જોડાયેલા હતા. ભારત વિરોધી ગતિવિધિમાં તેઓ સામેલ હતા.

સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, અખાતી દેશોમાં છેલ્લા ધણા સમયથી મોટી સંખ્‍યામાં ભારતીય લોકો આઈએસ સાથે સહાનુભૂતિ ધરાવે છે. દેશ નિકાલ કરવામાં આવેલા ભારતીયો પાસેથી પુછપરછના આધાર કેટલીક નવી વિગતો હાથ લાગી શકે છે. આઈએસ દ્વારા છેલ્લા ધણા સમયથી ભારતમાં જાળ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ સંદર્ભમાં હાલમાં જ દેશ વ્‍યાપી દરોડા ૨૫મી જાન્‍યુઆરીના દિવસે પડાયા હતા અને મોટી સંખ્‍યામાં આઇએસ સાથે સંબંધ ધરાવનાર શકમંદો ઝડપાયા હતા