શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , મંગળવાર, 8 નવેમ્બર 2016 (14:57 IST)

હિલેરી હારી ગઈ તો અમેરિકાનો વિકાસ રગદોળાય જશે - ઓબામા

હિલેરી ક્લિંટનના પક્ષમાં પ્રચારના અંતિમ દિવસે રાષ્ટ્ર્પતિ બરાક ઓબામાએ કહ્યુ કે જો રાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક ઉમેદવાર ચૂંટણીમાં નથી જીતતી તો તેમના પ્રશાસનમાં છેલ્લા 8 વર્ષમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલ પ્રગતિ રગદોળાય જશે. 
 
ઓબામાએ ગઈકાલે મિશિગનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ, "જો કાલે અમે ન જીત્યા તો બધી પ્રગતિ માટીમાં ભળી જશે. ઓબામા એ મિશિગનને સંબોધિત કરી રહ્યા હતા જે છેલ્લા અનેક દસકાથી ડેમોક્રેટિક ઉમેદવારના પક્ષમાં મતદાન કરતા આવ્યા છે પણ આ વખતે ત્યા રિપબ્લિકન પાર્ટી તરફ નમતુ દેખાય રહ્યુ છે. 
 
ફોર્ડ અને જનરલ મોર્ટર્સ સહિત 3 મોટી મોટર કંપનીઓ મિશિગનમાં છે. આ કંપનીઓ વર્ષ 2008ની આર્થિક મંદીમાં ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. આ કંપનીઓ હવે ફરી બિઝનેસ કરી રહી છે અને તેનો શ્રેય ઓબામા સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષમાં અપનાવેલ નીતિયોને આપવામાં આવે છે.  હિલેરીના પ્રચાર અભિયાનમાં ઓબામાને બિલકુલ અંત સમયે મિશિગનમાં એક પ્રચારકના રૂપમાં ઉતરવુ પડ્યુ.