7 મુસ્લિમ દેશો પછી અમેરિકા હવે પાકિસ્તાન પર બેન લગાવવાની તૈયારીમાં ?

વોશિંગટન., સોમવાર, 30 જાન્યુઆરી 2017 (13:03 IST)

Widgets Magazine
pak us 600

અમેરિકી રાષ્ટ્રાપ્તિ ડોનોલ્ડ ટ્રંપે 7 મુસ્લિમ દેશોના લોકો પર પ્રતિબંધ લગાવ્યા પછી હવે પાકિસ્તાન પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.  અમેરિકાએ પાકિસ્તાનને લઈને પહેલીવાર કડક વલણ અપનાવ્યુ છે. વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓએ આવા નિર્દેશો આપ્યા છે. પાકિસ્તાન સહિત મુસ્લિમ રાષ્ટ્રો હચમચી ઉઠયા છે.
 
વિશ્વના 7 મુસ્લિમ રાષ્ટ્રો ઇરાન, ઇરાક, સુદાન, સોમાલીયા, યમન, સિરીયા, લીબીયાના નાગરિકોના પ્રવેશ ઉપર ટ્રમ્પે વિઝા પ્રતિબંધો લાદયા પછી હવે પાકિસ્તાનનો વારો હોવાના સ્પષ્ટ સંકેતો મળે છે.  ટોચના વર્તુળોએ પ્રથમ વખત સ્વીકાર્યુ છે કે આતંકવાદની જનની સમા પાકિસ્તાનનો 7  મુસ્લિમ રાષ્ટ્રોની પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કરવા માટેનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
 
ટ્રમ્પના નિર્ણયની ચારેકોર ટીકા થઇ રહી છે પણ નરેન્દ્રભાઇની જેમ તેઓ પણ સંપુર્ણ રીતે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા છે.
દરમિયાન સુપ્રસિધ્ધ ક્રિકેટર અને પાકિસ્તાનની તહેરીક-એ-ઇન્સાફ પક્ષના ચેરમેન-રાજનેતા ઇમરાનખાને કહ્યુ છે કે, જો ટ્રમ્પ પાકિસ્તાન પર વિઝા પ્રતિબંધ લાદશે તો તેનાથી પાકિસ્તાનીઓને પોતાના દેશનો વિકાસ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યુ કે, જો આવુ થશે તો અમેરિકીઓને પણ પાકિસ્તાનમાં ઘુસવા નહિ દેવાય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉત્ત્રરાર્ધ મહોત્સવ 2017 નો પ્રારંભ થયેલ છે જેનો યુવક સેવા ...

news

શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ બચાવવા માટે સાયકલ શ્રેષ્ઠ ઉપાય : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આજે વિશ્વ આખામાં પર્યાવરણમાં બદલાવ આવી ...

news

હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને PM મોદી પર સીધા પ્રહાર કર્યાં

રાજપીપળામાં પાટીદાર આંદોલનના મુખ્ય પ્રણેતા હાર્દિક પટેલ, મહિલા કન્વીનર રેશ્મા પટેલ, પરેશ ...

news

UP Election 2017: હુ અને રાહુલ સાઈકલના બે પૈડા જેવા - અખિલેશ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણી સાથે મળીને લડવાના શાસક સમાજવાદી પાર્ટી અને ...

Widgets Magazine