મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 માર્ચ 2017 (16:45 IST)

અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારીને બૂમો પાડકા કહ્યું કે તમારા દેશ પાછા જાઓ.

વૉશ્ગિટન અમેરિકામાં એક વધુ ભારતીયને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. હુમલાવરે ભારતીય શિખને ગોળી મારીને બૂમો પાડકા કહ્યું કે તમારા દેશ પાછા જાઓ. જો કે ભારતીય શિખની હાલત ખતરાથી બહાર બતાવવામાં આવી રહી છે. હજુ ગુરુવારે જ ગુજરાતી કારોબારી હર્નિષ પટેલની હત્યા થઈ હોવાના અહેવાલથી અમેરિકામાં વસતા ભારતીયો આઘાતમાંથી બહાર નહતાં આવ્યાં ત્યાં તો તરત જ વધુ એક ભારતીય પર હુમલાના અહેવાલો આવ્યાં છે
 
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા પછી જાતિવાદના તણાવમાં વધારો જોવા મળ્યો છે. જેનો શિકાર ત્યાં નોકરી કરી રહેલા ભારતીયો બની રહ્યા છે. અમેરિકામાં 9 દિવસની અંદર આ કોઈ ભારતીય પર હુમલો થયો હોય તેવી ત્રીજી ઘટના છે. 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં એક બારમાં 32 વર્ષના ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની નેવીના એક પૂર્વ ઓફિસર એડમ પુરિન્ટને ફાયરિંગ કરીને હત્યા કરી હતી. શ્રીનિવાસના એક મિત્ર આલોક મદસાની અને તેમને બચાવવાના પ્રયત્નો કરનાર એક અમેરિકી નાગરિક ઘાયલ થયા હતાં. કેન્સાસમાં પણ હુમલા વખતે મારા દેશમાંથી જતા રહો કહીને ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ 2જી માર્ચના રોજ સાઉથ કેરોલિનાના લેન્કસ્ટરમાં 43 વર્ષના હર્નિશ પટેલની હત્યા કરાઈ. અન્ય એક ભારતીય યુવતી એક્તા દેસાઈ સાથે ટ્રેનમાં દુર્વ્યવ્હાર થયો હતો
હુમલાનો ભોગ બનનાર પીડિતના જણાવ્યાં મુજબ હુમલાખોરે હુમલો કરતી વખતે કહ્યું હતું કે તમે તમારા દેશ પાછા જતા રહો. ત્યારબાદ તેણે ફાયરિંગ કર્યું અને ગોળી મારા હાથમાં વાગી.