શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 જુલાઈ 2017 (12:36 IST)

દાર્જિલિંગમાં હિંસા ભડકી, 3ના મોત, હિંસાનો 25મો દિવસ

દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માગણી સાથે 25મા દિવસે પણ બંધ યથાવત્ છે. દાર્જિલિંગમાં કહેવાતાં પોલીસ ફાયરિંગમાં વધુ ત્રણ લોકોનાં મોત થતાં ફરીથી હિંસા ભડકી હતી. દાર્જિલિંગથી 15 કિમી દુર સોનાડામાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ફરી એકવાર હિંસા ભડ઼કી છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
 
દાર્જિલિંગમાં છેલ્લા ૨૪ દિવસથી બજારો અને દુકાનો બંધ રહ્યાં છે. એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. પોલીસનાં વાહનમાં તોડફોડ કરીને આગ લગાડાઈ હતી.  
 
દાર્જિલિંગમાં ફરજિયાતપણે બિહારી ભાષાનો અમલ કરવાના મામલે સરકાર અને ગોરખા મુક્તિ મોરચા વચ્ચે મતભેદો સર્જાયા હતા અને તે પછી અલગ ગોરખાલેન્ડની 
માગ પ્રબળ બની હતી.