શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બીજીંગ. , સોમવાર, 25 જુલાઈ 2016 (16:38 IST)

CCTV વીડિયો - ઝગડીને કારમાંથી નીકળી મહિલા, ખેંચીને લઈ ગયો વાઘ, બચાવવા આવેલ સ્ત્રીનું મોત

બીજિંગના અભ્યારણ્ય(વાઈલ્ડલાઈફ પાર્ક) માં એક દિલ દહેલાવનારી દુર્ઘટના થઈ. જેમા એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જ્યારે કે બીજી મહિલા ઘાયલ થઈ ગઈ. અભ્યારણ્યની વચ્ચે જ ચાર લોકોને લઈને જતી કાર અચાનક રોકાઈ. કારમાંથી મહિલા ઉતરી. કારની બીજી બાજુ ગઈ અને ત્યારે જ અચાનક પાછળથી વાઘે તેના પર હુમલો કર્યો. વાઘ તેને દૂર સુધી ખેંચીને લઈ ગયો. પણ અહી તમને બતાવી દઈએ કે આ મહિલા ગંભાર રૂપથી ઘાયલ થઈ પણ બચી ગઈ. 
 
આ અભ્યારણ્યના સીસીટીવી ફુટેજમાં ઘટનાનો એક ભાગ કેદ છે. જ્યારે વાઘે મહિલા પર હુમલો કર્યો અને તેને ખેંચીને લઈ ગયો. ત્યારે તેને બચાવવા માટે કારમાં હાજર બે લોકો એક મહિલા અને કે પુરૂષ કારમાંથી નીકળ્યા અને એ દિશામાં દોડ્યા જ્યા વાઘ મહિલા મિત્રને લઈ ગયો હતો. આ દરમિયાન એક અન્ય વાઘે બચાવવા માટે કારમાંથી ઉતરેલી મહિલા પર હુમલો કર્યો અને તેને મારી નાખી. 
 
(સાવધાન - આ વીડિયોમાં બતાવેલ દ્રશ્ય તમને પરેશાન કરી શકે છે) 
 
ચીન મીડિયાના મુજબ આ દુર્ઘટના બીજિંગના બાદલિંગ વાઈલ્ડલાઈફ વર્લ્ડમાં થયો. અભ્યારણ્યમાંથી પસાર થઈ રહેલ ચાર લોકો (જેમા એક બાળક પણ હતો)માંથી બે લોકો વચ્ચે લડાઈ થઈ. આ દરમિયાન મહિલા કારમાંથી ઉતરી હતી. એ ત્યારે પણ સતત લડી રહી હતી.  ચાઈનાન્યૂઝ ડોટ કોમે આ માહિતી આપી. જેવી મહિલા કારની બીજી બાજુ ગઈ અને દરવાજો ખોલ્યો કે વાઘે તરત જ તેના પર ઝપટ્ટો માર્યો.  અને તેને ખેંચીને લઈ ગયો. તેને બચાવવા માટે બીજી મહિલા અને પુરૂષ પણ કારમાંથી નીકળી આવ્યા.  ત્યારે બીજા વાઘે બીજી મહિલા પર હુમલો કરીને તેને મારી નાખી. 
 
બાળક સુરક્ષિત છે અને હુમલામાં બચી ગયેલી પ્રથમ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાર્ક હાલ બંધ છે. ઓનલાઈન પોર્ટલ સોહૂના મુજબ પાર્કના કર્મચારી ઘટનાસ્થળ પર મદદ માટે દોડ્યા પણ ત્યા સુધી વાઘ પોતાનુ કામ કરી ચુક્યો  હતો. પાર્ક માઈક્રોબ્લોગ પર લખ્યુ છે કે ભારે વરસાદને કારણે પાર્ક બંધ કરવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પાર્કમાં આંગતુકોને પોતાની કારમાં સફારીની જેમ જ રોડ પરથી પસાર થવાની અનુમતિ છે. જ્યારે ત્યા પણ જાનવરો ફરતા રહે છે. જો કે આંગતુકોને સ્પષ્ટ આદેશ છે કે તેઓ પોતાની કારમાંથી બહાર ન નીકળે. સોહૂ વેબસાઈટ મુજબ આ પાર્કમાં ઓગસ્ટ 2014માં એક વાર પહેલા પણ વાઘ દ્વારા હુમલો થઈ ચુક્યો છે.