શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 28 મે 2016 (12:11 IST)

WOW ! ઝેંડર બદલીને 'બે ભાઈ' બની ગયા 'બે બહેનો'

આયરલેંડની બે સગી બહેનોની તસ્વીર જોઈને કોઈપણ વિશ્વાસ નહી કરે કે ઉલ્લેખનીય આ કુદરતી રૂપથી યુવતીના રૂપમાં જન્મી નહોતી. આ બંનેયે પોતાની માતાના કોખમાં છોકરાના રૂપમાં જન્મ લીધો હતો અને પછી લિંગ બદલાવ્યુ. હવે આ બંને પુરૂષમાંથી સ્ત્રી બની ગયા. 
 
ખરેખર આ તસ્વીર જોયા પછી પહેલી નજરમાં આ અનુભવ થઈ રહ્યો છે કે આ સગી બહેનો જ છે. પણ અસલમાં આ બંને લિંગ બદલાવતા પહેલા સગા ભાઈ હતા. સગા ભાઈઓમાં એટલો પ્રેમ હતો કે તેમણે બહેનો બનવાનો નિર્ણય કરી નાખ્યો જેથી જીવનભર એક સાથે રહી શકે. 
આ બંનેની વય વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. આયરલેંડમાં રહેનારી જીમીની વય 23 વર્ષની છે અને તેની બહેન ચોયની વય 20 વર્ષની છે.  આ બંનેયે રીતસર ઉચ્ચ સ્તરીય ડૉક્ટરોની ટીમની મદદથી પોતાનુ જેંડર બદલી નાખ્યુ અને યુવકથી યુવતી બની ગયા. યુવતી બનતા પહેલા 20 વર્ષની જોયનુ નામ ડેનિયલ હતુ પણ જેંડર બદલ્યા પછી તેનુ નામ બદલી લીધુ. જ્યારે કે જીમીએ પોતાનુ નામ ચેંજ નથી કર્યુ. 
 
યુવકમાંથી યુવતી બન્યા પછી બંને એક જ છત નીચે રહે છે અને મોટી બહેન તો જૉબ કરીને પૈસા પણ કમાવી રહી છે. જીમી આયરલેંડના જ એક બારમાં કામ કરે છે અને મદીરાના શોખીનોને હોઠ પર હળવા સ્મિત સાથે દારૂ પીરસે છે જ્યારે કે નાની બહેન ચોય હેયરડ્રેસર બનવા માંગે છે અને તેના અભ્યાસમાં વ્યસ્ત છે. 
આ બંને બહેનોની સંક્ષેપમાં સ્ટોરી એ છે કે જ્યારે તેઓ નાની હતી ત્યારે બંને ભાઈ હતા ત્યારે તેમની વચ્ચે અસીમ પ્રેમ હતો. બાળપણથી જ તેમનુ સપનુ હતુ કે તેઓ મોટા થઈને લગ્ન નહી કરે પણ પોતાનુ જેંડર બદલાવીને યુવકમાંથી યુવતી બની જશે અને જીવનભર સાથે જ રહેશે. 
 
મોટા થયા પછી બંનેયે ખરેખર પોતાનુ જેંડર બદલી નાખ્યુ અને દુનિયા તેમજ સમાજની પરવા નહી કરી. 23 વર્ષીય જીમી અને 20 વર્ષીય ચોય પોતાની જેંડર સર્જરી પછી ખૂબ ખુશ જોવા મળી રહી છે. 
આ બહેનોનુ કહેવુ છે કે અમે બંને ખુશ છે. અમને દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. અમે આ નવા બદલાવમાં ખુદને ઢાળવાનો પ્રયત્ન કરી રહી છે. અમને તેની ચિંતા નથી કે સમાજ અમને સ્વીકારશે કે નહી. બસ અમે ખુશ છીએ અને અમારી આઝાદી મુજબ અમે જે કામ કર્યુ તેનાથી સંતુષ્ટ છીએ.  તમે અમારી ખુશીનો અંદાજ ક્યારેય નહી લગાવી શકો.