શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બીજિંગ. , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (11:34 IST)

ચીન પોતાના સૈનિકોની સંખ્યામાં ત્રણ લાખની કમી કરશે - શી જિંગપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે ગુરૂવારે કહ્યુ કે તેમનો દેશ સૈનિકોની સંખ્યામાં ત્રણ લાખની કમી કરશે.  દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાનની હારની 70મી વર્ષગાંઠ પર ચીનમાં ભવ્ય સૈનિક પરેડનો શુભારંભ કરવામાં આવ્યો. પશ્ચિમી દેશોના મોટા નેતા આ આયોજનથી દૂર છે. પણ રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમારંભમાં હાજર રહ્યા. પોતાના ભાષણમાં ચિનફિંગે કહ્યુ કે ચીન કાયમ શાંતિપૂર્ણ વિકાસના રસ્તે આગળ વધશે.  તેમનું ભાષણ રાજકીય ટેલિવિઝન દ્વારા લાઈવ પ્રસારિત કરવામાં આવ્યુ. 
 
થિનમેન સ્કવાયર પર રાષ્ટ્રપતિ શી જિંગપિંગે  કાળી કારમાં સવાર થઈને હજારો સૈનિકોની પરેડની સલામી લીધી. આ દરમિયાન સેંકડો ટૈકો અને મિસાઈલોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. ચિનફિંગે કહ્યુ કે જાપાની આક્રમણ વિરુદ્ધ ચીનની પુર્ણ વિજય એ દુનિયામાં મોટા દેશમાં રૂપમાં ચીનની સ્થિતિ કાયમ કરી. 
 
ચીની રાષ્ટ્રપતિએ કહ્યુ, ચીનના લોકોએ જાપાની સૈન્ય હુમલા વિરુદ્ધ બહાદુરીપૂર્વક લડાઈ લડી અને પુર્ણ જીત મેળવી. જેનાથી ચીનની પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા અને શાંતિ કાયમ રાખવાની પ્રતિબદ્ધતા કાયમ રહી. તેમણે આઠ વર્ષના આ સંઘર્ષને ન્યાય અને બુરાઈ અને પ્રકાશ અને અંધકાર વચ્ચે નિર્ણાયક લડાઈ ગણાવી.