શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિંગ્ટન. , રવિવાર, 5 ઑક્ટોબર 2008 (15:30 IST)

અલકાયદાએ ફરી વિડિયો ટેપ જાહેર કરી

અમેરિકાની ગુપ્તરચર એજંસી એફબીઆઈનો પૂર્વ અને અલકાયદાનો હાલનો અમેરીકન સભ્ય એડમ ગેડન શનિવારે ઈંટરનેટપર ફરતી કરાયેલ વીડિયો ટેમમાં જોવા મળ્યો હતો.

સીએનએન..ના જણાવ્યા અનુસાર આ વીડિયોમાં ગેડન દ્વારા અપાયેલા ફૂટેઝમાં કાશ્મિરમાં લડાઈ અને અમેરીકાની આર્થિક મંદી ઉપરાંત પાકિસ્તાન અંગે વાત કરવામાં આવી છે. અલકાયદાના વીડિયો નિર્માણ વિભાગ દ્વારા તૈયાર 32 મિનિટની આ વીડિયો ટેપને લૉરામેંસફીલ્ડ ડોટ કોમ પર મુકવામાં આવી છે.

આઝમ ધ અમેરીકનના નામથી પ્રખ્યાત ગેડન એફબીઆઈના નામી ગૂનેગારોની સૂચિમાં સામેલ છે. તેને પકડવામાં મદદ કરનારને સરકાર તરફથી દસ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે. આતંકવાદીઓને સામાન પૂરો પાડવાના આરોપસર 2006માં તેના પર દેશ દ્રોહનો કેસ ચાલ્યો હતો. કહેવાય કે દ્વિત્તિય વિશ્વયુદ્ધ બાદ દેશદ્રોહનો આ પહેલો કેસ હતો.

ગેડને અંગ્રેજીમાં કહ્યુ છે કે જાતિય, મુળવંશીય અને પ્રાદેશિક વિભિન્નતાઓ તથા નાના નાના વિવાદોને સુલજાવી આપણા પૂર્વજોના સમ્માન ખાતર ઈસ્લામિક રાષ્ટ્રની સ્થાપના કરવાનો આ સમય છે. તેણે એ પણ કહ્યુ કે કાશ્મિરની જનતાનો હાલનો વિરોધ ઈસ્લામિક ધરતી પરથી હિન્દુ જનતાનો કબ્જો હટાવવાનો છે. હાલમાં ઈસ્લામના દુશ્મન દેશો આર્થિક મંદીની જપેટમાં છે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાકમાં ઝેહાદીઓ સામે કરાઈ રહેલી કાર્યવાહીનું પરિણામ છે.