ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: યેરૂશેલમ , બુધવાર, 31 ડિસેમ્બર 2008 (10:48 IST)

ઈઝરાયેલે 35 સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા

મુંબઈ પર આતંકવાદી હુમલામાં 6 યહુદીઓનાં માર્યા ગયા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા બાબતોની ઈઝરાયલની મંત્રીઓની કમીટી સુરક્ષા મંત્રીપરિષદે 35 જેટલાં સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યા છે.

આ સંગઠનો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઉત્તર આફ્રિકામાં કાર્યરત છે. અલ કાયદા અને તાલીબાનની સાથે મળીને કામ કરનાર આ સંગઠનો આતંકવાદ માટે આર્થિક અને બીજી મદદ કરે છે. તેમજ આતંકી ઘટનાઓમાં તેમને સહકાર પુરો પાડે છે.

તેમણે જણાવ્યું કે આતંકવાદને આર્થિક સહાય પુરી પાડનાર સંગઠનો વિરૂધ્ધ ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. તેમજ પશ્ચિમ એશિયામાં આતંકવાદીઓને આર્થિક સહાય પુરી પાડનાર અંગે ઈઝરાયેલ સહાય કરશે.