શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (00:06 IST)

ઈન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી પીએમ તરીકે 35 વર્ષ બાદ લીમખેડાની મુલાકાત લેશે

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ નિમિત્તે ગુજરાતના લીમખેડા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 35 વર્ષ બાદ PMનું આગમન લીમખેડામાં થશે. આમતો મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે લીમખેડા ગયા હશે પણ એક પીએમ તરીકે તેઓ 35 વર્ષ બાદ લીમખેડામાં પગ મુકશે એવો ઈતિહાસ છે.  નરેન્દ્ર મોદીના 24 કલાકના ગુજરાત પ્રવાસ માટે સરકાર અને પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે.   નરેન્દ્ર મોદીના મોટાભાઈ પંકજ મોદીના 41 વર્ષના દીકરી નિકુંજાબહેનનું અવસાન થયું છે. આથી વડાપ્રધાન બોપલ સ્થિત તેમના નિવાસ્થાને પણ જશે. દાહોદ જિલ્લાના ગરબાડા-લીમખેડાનો વિસ્તાર પૂર્ણત: આદિવાસી સંસ્કૃતિથી પ્રભાવિત છે. રાજ્યના શહેરોમાં નિર્માણ પામેલા ઇન્ફ્રાસ્ટ્રકચર, રસ્તાઓમાં આ ક્ષેત્રના શ્રમિકોનું યોગદાન સૌથી વધારે છે. 35 વર્ષ પહેલાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લીમખેડાની મુલાકાત લીધી હતી. ત્યારથી આ ક્ષેત્ર ઉપર કૉંગ્રેસની મજબૂત પકડ રહી છે. 35 વર્ષ બાદ બીજી વખત ભારતના વડાપ્રધાન લીમખેડા આવી રહ્યા હોવાથી સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહનો માહોલ છે. મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદી આ વિસ્તારમાં અનેક વખત પ્રવાસ ખેડી ચૂકયા છે.