શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્તાંબુલ. , બુધવાર, 29 જૂન 2016 (11:17 IST)

ઈસ્તાંબુલ હવાઈમથક પર મોટો આતંકી હુમલો, 36ના મોત

તુર્કીના ઈસ્તાંબુલના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવેશ દ્વાર પર ત્રણ આત્મઘાતી હુમલાવરે ખુદને ઉડાવતા પહેલા ગોળીબાર શરૂ કરી દીધો. જેમા 36 લોકો માર્યા ગયા અને લગભગ 147 લોકો ઘાયલ થઈ ગયા. તુર્કીના યિલદિરિમે કહ્યુ કે આ હુમલો ત્રણ આત્મઘાતી હુમલાવરો દ્વારા કરવામાં આવ્યો અને બધા શરૂઆતના સંકેત બતાવે છે કે આની પાછળ ઈસ્લામિક સ્ટેટ સમૂહનો હાથ છે.  
 
તેમણે જણાવ્યુ કે હુમલાવર એક ટેક્સીમાં સવાર થઈને હવાઈમથક પહોંચ્યા ને તેમને ગોળીબાર કર્યા પછી ખુદને ઉડાવી દીધા. આ પૂછતા પર શુ કોઈ ચોથો હુમલાવર બચીને ભાગવાની આશંકા છે. તેમણે કહ્યુ કે અધિકારીઓને આવુ લાગતુ નથી પણ તે દરેક શક્યતા પર વિચાર કરી રહ્યા છે. 
 
સ્થાનીય ટેલીવિઝન ચેનલે દેશના કાયદા મંત્રી બેકિર બોજડાગના હવાલાથી ઘાયલોની સંખ્યા બતાવતા કહ્યુ કે આ હુમલામાં હુમલાવરે કલાશિનકોવ રાયફલનો ઉપયોગ કર્યો છે. 
 
આ પહેલા ઈસ્તાંબુલના ગવર્નર વાસિપ સાહિને કહ્યુ હતુ કે આ હુમલામાં 28 લોકો માર્યા ગયા છે. જ્યારે કે લગભગ 60 ઘાયલ થયા છે.  તેમણે કહ્યુ કે અધિકારીઓએ મળેલ માહિતી મુજબ ત્રણ આત્મઘાતી હુમલાવરોએ આ હુમલાને અંજામ આપ્યો છે. 
 
તુર્કીના એક અધિકારીએ કહ્યુ કે પોલીસ અતાતુર્ક હવાઈ મથક પર આગમન હૉલની સુરક્ષા ચોકી પાસે બે હુમલાવરોને રોકવા માટે ગોળીઓ ચલાવી પણ તેમને ખુદને ઉડાવી લીધા.