શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાહિરા , ગુરુવાર, 20 માર્ચ 2008 (15:16 IST)

ઈસ્લામ વિરોધી કાર્ટુન અંગે યૂરોપની નિંદા

કાહિરા. અલકાયદાના નેતા ઓસામા બિન લાદેને ગઈકાલે રાત્રે જારી કરેલી ઓડિયો ટેપમાં પેયગંબર મહોંમદને અપમાનિત કરતાં કાર્ટુનના પ્રકાશન માટે યૂરોપની નિંદા કરી છે અને તેની કિંમત યૂરોપને ચુકવવી પડશે તેવી ચેતવણી આપી હતી. અલકાયદાના સંદેશ પ્રસારિત કરનારી આતંકવાદી સમૂહની એક વેબસાઈટ પર જારી ઓડિયો ટેપમાં એકે-47થી નિશાન તાકી રહેલા બિનલાદેનની તસવીર છે.