શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ઉશ્કેરણીજનક એસએમએસ કાનૂની અપરાધ

ભારતીય વિદ્યાર્થી પર વંશિય હુમલા બાદ ઓસ્ટ્રેલિયાની સરકાર પોતાના આતંકવાદ નિરોધક કાનૂનના અંતર્ગત એવો કાનૂન લાવવાની તૈયારીમાં છે કે જેના દ્વારા વંશિય હુમલાને ઉશ્કેરનાર એસએમએસ મોકલનાર કાનૂની અપરાધ ગણાશે.

દેશની છબીને પહોચેલી આંતરાષ્ટ્રીય ઈજાના પગલે પ્રધાનમંત્રી કેવિન રડની સરકારે આંતકવાદ વિરૂદ્ધ કાનૂનની સમીક્ષા કરી આવા કાનૂનને સંવિધાનમાં લાગૂ કરવા પ્રયત્ન કર્યો છે.

પ્રધાનમંત્રીના સુરક્ષા સલાહકાર ડંકન લુઈસના નેતૃત્વમાં વિશેષ કાર્યદળની સ્થાપના કરવમાં આવી છે જે આ પ્રસ્તાવ પર વિચાર કરશે. વિક્ટોરિયાની સરકાર હુમલાખોરોને સજા ફટકારવા પર પગલા ભરી રહી છે.