બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 એપ્રિલ 2015 (12:58 IST)

ગાય જે ઘેંટાઓનો શિકાર કરી ખાઈ રહી છે !!

કીનિયામાં એક ખેડૂતનુ કહેવુ છે કે તેની એક ગાયે પોતાનો સામાન્ય શાકાહારી ખોરાક છોડી ઘેંટાઓને ખાવા શરૂ કરી દીધા છે. દક્ષિણ પશ્ચિમી નાકરુ કાઉંટીના ચાર્લ્સ મેમબોલિયોએ એક સવારે પોતાની ગાયને ઘેંટાને ખાતા જોયો. 
 
ધ ડેલી નેશન વેબસાઈટની એક રિપોર્ટ મુજબ ગાયે ઘેંટાને પોતાનુ શિંગડુ મારી મારીને હત્યા કરી નાખી. 
 
ખેડૂતે ગાયને તાજુ ખાવાનુ અને પાણી આપ્યુ પણ તેનો વ્યવ્હાર ન બદલાયો. ગાયે બીજા દિવસે વધુ એક ઘેંટાનો જીવ લીધો. 
 
મેમબોલિયોનુ કહેવુ છે કે 'પહેલી ઘટના પછી અમને લાગ્યુ કે ગાયને ભોજન યોગ્ય નથી મળી રહ્યુ છે અને અમે ભોજનની માત્રા વધારી દીધી." 
 
ગાય આમ તો શાકાહારી હોય છે પણ માંસ ખાવાની કોશિશ ભોજનમાં પોષણની કમીનો સંકેત હોઈ શકે છે.  એક સ્થાનીય ખેતી અધિકારીના મુજબ તાજેતરમાં જ દુષ્કાળની ઋતુ ખતમ થઈ છે અને તેના કારણે મોટાભાગના જાનવરોમાં લીલા ઘાસથી મળનારા પોષક તત્વોમાં કમી આવી ગઈ છે.  
 
2007માં ભારતના પશ્ચિમ બંગાળમાં એક વાછરડાને મરઘીઓ ખાતો જોવામાં આવ્યો હતો.  પશુઓના એક સ્થાનીક ડોક્ટર મુજબ આ બાબતે પણ પોષક તત્વોને જ આનુ કારણ માનવામાં આવ્યુ હતુ.  આવો વ્યવ્હાર અસાધારણ પરિસ્થિતિમાં જ જોવા મળે છે.