ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લંડન , શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (12:07 IST)

ઘરતીના સ્વર્ગ પર આત્મહત્યાનો બીઝનેસ - સ્વિટઝરલેંડમાં વિક્સી રહ્યુ છે સુસાઈડ ટુરિઝમ

પર્યટકો માટે ઘરતી પર ક્યાક જન્નત છે તો એ સ્વિટઝરલેંડની સુંદર વાદિયોમાં છે. જોકે આ વાદિયોમાં આત્મહત્યા સહાયકોની મદદ લઈને આત્મહત્યા કરનારા લોકોની સંખય છેલ્લા ચાર વર્ષોથી બમણી થઈ ગઈ છે. એક ચોંકાવનારા અભ્યાસ મુજબ આ ખુલાસો થયો છે. સ્વિટરઝલેડમાં મૃત્યુનો અધિકાર માટે ચાર સંગઠન કામ કરી રહય છે. જેમાથી બે વિદેશીઓએ પણ આત્મહત્યા કરવામાં મદદ માટે પોતાની સેવાઓ આપે છે. જેને કથિત રૂપે સુસાઈડ ટુરિઝમની સંજ્ઞા આપવામાં આવી રહી છે. 
 
નિષ્કર્ષ દરમિયાન એ સામે આવ્યુ કે અહી આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો જર્મને અને બ્રિટનના છે. મગજની ગંભીર બીમારીઓ જેવી કે પાર્કિસન અને મલ્ટિપલ સ્કલેરોસિસથી પીડિત હોવાને કારણે આવા લોકો આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે. મોતની ઉંઘ માટે મોટાભાગના બાબતોમાં સોડિયમ પૈટોબાર્બિટલનો ઉપયોગ કરે છે.  
 
જ્યુરિક યુનિવર્સિટી સેંટર ઓફ એક્સિલેંસ ફોર મેડિસિન એથિક્સ એંડ લો ના શોધકર્તા જુલિયન માઉસબૈકે કહ્યુ, 'સ્વિટઝરલેંડમાં આત્મહત્યા કરનારા સહાયક સંગઠનોને કારણે જ કદાચ અહી આત્મહત્યાના મામલામાં વધારો થતો દેખાય રહ્યો છે. શોધમાં આ વાત સામે આવી છે કે વર્ષ 2008-12ના વચ્ચે 611 વિદેશીઓએ અહી સહાયકોની મદદથી આત્મહત્યા કરી.  
 
આત્મહત્યા કરનારા પર્યટકોની આયુ 23-97 વર્ષની વચ્ચે હતી. સરેરાશ વય 69 વર્ષ હતી. અડધા પર્યટક (58.5 ટકા) મહિલાઓ હતી. સ્વિટઝરલેંડમાં 2008-12ની વચ્ચે સંગઠનોની મદદથી આત્મહત્યા કરનારા પર્યટકોમાં જર્મનના 268 જ્યારે કે બ્રિટનના 126 લોકો હતો. જે આત્મહત્યા કરનારા લોકોની કુલ સંખ્યા બે તૃતીયાંશ છે.  
 
ઉલ્લેખનીય છે કે સ્વિટરઝરલેંડમાં સહાયકોની મદદથી આત્મહત્યા કરવાની અનુમતિ છે. જ્યા સુધી સ્વાર્થવશ આ માટે પ્રેરિત ન કરવામાં આવે. માઉસબૈક કહે છે કે 'આ કામ દુનિયાભરમાં ક્યાય થતુ નથી માત્ર સ્વિટઝરલેંડમાં થાય છે. કારણ કે અન્ય દેશોમાં આવુ કરવાની અનુમતિ નથી'. આ અભ્યાસ પત્રિકા મેડિકલ એથિક્સમાં પ્રકાશિત થઈ છે.