શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બીજિંગ. , શુક્રવાર, 24 જૂન 2016 (13:52 IST)

ચીનમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યુ, 98ના મોત 800થી વધુ ઘાયલ

ચીનના પૂર્વમાં આવેલ જિયાંગ્સૂ શહેરમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 98 લોકોએ જીવ ગુમાવ્યો અને 800થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. સરકારી સમાચાર એજંસી શિન્હુઆ મુજબ વરસાદ, બરફ અને તોફાનને કારણે યાનચેંગ શહેરમાં જનજીવન અવરોધાય ગયુ અને અનેક મકાન ધ્વસ્ત થઈ ગયા છે. 
 
યાનચેંગના ઉપનગર ફુનિંગ અને શેયાંગ કાઉંટીના અનેક વિસ્તારમાં પણ વાતાવરણ ખૂબ જ ખરાબ થવાના સમાચાર છે. એજંસી મુજબ શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે અત્યાર સુધી 98 લોકોએ જીવ ગુમાવ્યો અને 800થી વધુ ઘાયલ થયા છે.  ફુનિંગ કાઉંટીમાં 125 કિમી પ્રતિ કલાકની ગતિથી આવેલ તોફાને ફુનિંગ કાઉંટીના અનેક નગરોમાં તબાહી મચાવી. યાનચેંગ શહેરમાં ટોચ અધિકારી પ્રભાવિત ગામમાં રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. 
 
નાગરિક મામલાના મંત્રાલયે બુધવારે જણાવ્યુ હતુ કે ચીનના 10 શહેર સ્તરના ક્ષેત્રોમાં છેલ્લા 5 દિવસમાં ભરે વરસાદને કારણે 42 લોકો માર્યા ગયા અને 25 લાપતા છે. મંત્રાલય મુજબ ઝેજિયાંગ, જિયાંગ્શી, હુબેઈ અને સિઉચાન સહિત દેશના દક્ષિણી ભાગમાં સતત મુશળધાર વરસાદને કારણે 4,60,000 થી વધુ લોકોએ સ્થાનાંતર કર્યુ છે અને  3,21,000 લોકોને તત્કાલ રાહતની જરૂર છે. ચીનમાં મોસમી વરસાદને કારણે દર વર્ષે ભીષણ પુર આવે છે અને મે ના અંતિમથી લગભગ 2 મહિના સુધી આ વિપદાથી પ્રભાવિત રહે છે.