શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ. , શનિવાર, 7 ફેબ્રુઆરી 2009 (11:42 IST)

જરદારીનો ઉગ્રવાદીઓને શાંતિ વાર્તા પ્રસ્તાવ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આજ દેશના અશાંત પશ્વિમોત્તર વિસ્તારમાં ઉગ્રવાદીઓને શાંતિ વાર્તાની રજૂઆત કરી જ્યારે કે સુરક્ષા બળોએ આ કબીલાઈ ક્ષેત્રમાં ચલાવવામાં આવેલ એક અભિયાનમાં 50 વિદ્રોહીઓને ઠાર કરવાનો દાવો કર્યો.

રાષ્ટ્રપતિ બન્યા પછી પશ્વિમોત્તર સીમાંત શહેરની પહેલી યાત્રા જરદારીએ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે કે બેઠકની અધ્યક્ષતા કરતા કહ્યુ કે સરકાર અશાંત ક્ષેત્રોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા માટે વાતચીત કરી શકે છે.

હાલ તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે સરકાર પશ્વિમોત્તર સીમાંત શહેર અને સમીપવર્તી કબીલાઈ ક્ષેત્ર સાથ આંતકવાદ અને ઉગ્રવાદનો સફાયો કરવા માટે પ્રતિબધ્ધ છે.

આ વચ્ચે સુરક્ષા બળોએ ખેબર અને ઔરાકજાઈ કબીલાઈ ક્ષેત્રમાં ચલાવેલ એક અભિયાનમાં 52 ઉગ્રવાદીઓને ઠાર કરી દીધા. ફ્રંટિયર કાપના સૂત્રોએ જણાવ્યુ કે સરકારી સંવાદ એજંસી એપીપીએ જણાવ્યુ કે હેલીકોપ્ટર તોપો દ્વારા કરવામાં આવેલ બે હુમલામાં ઉગ્રવાદી માર્યા ગયા.